જામનગર એરપોર્ટનો પ્રથમવાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઉપયોગ થયો છે. પ્રથમ વાર જામનગર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ લેન્ડ થઈ. દિલ્લીથી મસ્કત જઈ રહેલી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મેડિકલ ઈમરજન્સીના કારણે આ લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 973માં મુસાફરી કરી રહેલા એક દર્દીને કાર્ડિયાકની મુશ્કેલી ઉભી થતા આ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. લેન્ડિગ બાદ દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.