બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Israel Hamas War 'If the attacks on the Gaza Strip continue Iran's foreign minister openly threatened Israel

Israel Hamas War / 'જો ગાઝા પટ્ટી પર હુમલા શરૂ રહેશે તો...', ઇરાનના વિદેશમંત્રીની ઈઝરાયલને ખુલ્લી ધમકી, કહ્યું 'પછી ના કહેતા'

Megha

Last Updated: 09:29 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયેલ- હમાસના યુદ્ધને લઈ ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાને ચેતવણી આપી, કહ્યું 'જો યુદ્ધ ચાલુ રહેશે અને અમેરિકા તેને પ્રોત્સાહન આપશે  તો તેઓ પણ તેનાથી બચી શકશે નહીં.'

  • ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વર્લ્ડ વોરમાં ફેરવાઈ શકે છે 
  • ગાઝામાં ચાલી રહેલી લડાઈ તાત્કાલિક બંધ થવી જોઈએ - ઈરાન 
  • સાથે જ ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાને ચેતવણી આપી 

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને ચાલી રહેલા આ યુદ્ધનો કોઈ અંત જણાતો નથી. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલે છેલ્લા 24 કલાકમાં ગાઝામાં હમાસની 250 જગ્યાઓ નષ્ટ કરી છે, એવામાં હવે એવું દેખાઈ રહ્યું છે કે આ યુદ્ધ માત્ર ઈઝરાયલ અને હમાસ વચ્ચે નથી. એવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે કે, હવે આ યુદ્ધ મહાયુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે. 

Tag | VTV Gujarati

ગાઝામાં ચાલી રહેલી લડાઈ તાત્કાલિક બંધ થવી જોઈએ - ઈરાન 
ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દુલ્લાહિયાએ કહ્યું છે કે 'ગાઝામાં ચાલી રહેલી લડાઈ તાત્કાલિક બંધ થવી જોઈએ. જો લડાઈ રોકવામાં નહીં આવે તો તે પેલેસ્ટાઈનની બહાર પણ ફેલાઈ શકે છે'. આ સાથે જ ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાને ચેતવણી આપી હતી કે જો યુદ્ધ ચાલુ રહેશે તો તેઓ પણ તેનાથી બચી શકશે નહીં. ઈરાનના વિદેશ મંત્રીએ ગુરુવારે 193 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં આ વાત કહી હતી.

અમેરિકા ખુલ્લેઆમ ગાઝામાં ચાલી રહેલ નરસંહારને પ્રોત્સાહન આપે છે 
હોસેન અમીર અબ્દુલ્લાયને ગાઝા પટ્ટી પર ઈઝરાયલના બોમ્બ ધડાકાની ટીકા કરતા કહ્યું કે ઈરાન શાંતિ ઈચ્છે છે. અમે ક્યાંય પણ યુદ્ધના વિસ્તરણને આવકારતા નથી અને માનવતાવાદી પ્રયાસોમાં અમારો ભાગ ભજવવા તૈયાર છીએ. આવી સ્થિતિમાં, અમે ઇચ્છીએ છીએ કે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનીઓ વિરુદ્ધ ઈઝરાયલની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે. અબ્દુલ્લાહિયાને વધુમાં કહ્યું કે, હું અમેરિકન રાજનેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે તમે આજે પેલેસ્ટાઈનમાં સામાન્ય લોકોના નરસંહારને પ્રોત્સાહન આપી રહ્યા છો. તમારે સમજવું પડશે કે જો ગાઝામાં નરસંહાર ચાલુ રહેશે તો તમે પણ આ આગમાંથી બચી શકશો નહીં.

Tag | VTV Gujarati

હમાસ બંધકોને મુક્ત કરવા તૈયાર છેઃ ઈરાનના વિદેશ મંત્રી
અમીર અબ્દુલ્લાહિયાએ એમ પણ કહ્યું કે હમાસે ઈરાનને કહ્યું છે કે તે બંધક બનાવવામાં આવેલા નાગરિકોને છોડવા માટે તૈયાર છે. આ સાથે દુનિયાએ ઈઝરાયલની જેલમાં બંધ 6,000 પેલેસ્ટાઈનીઓને છોડાવવા માટે પણ દબાણ કરવું જોઈએ. આ વૈશ્વિક સમુદાયની જવાબદારી બની જાય છે. તેમણે કહ્યું કે ઈરાન કતાર અને તુર્કીની સાથે મળીને આ મહત્વપૂર્ણ માનવતાવાદી પ્રયાસમાં તેની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. 

અમીર અબ્દુલ્લાહિયાને અગાઉ તેહરાનમાં કહ્યું હતું કે જો અમેરિકા અને ઈઝરાયલ ગાઝામાં નરસંહારને તાત્કાલિક બંધ નહીં કરે તો કંઈપણ શક્ય છે. જો ગાઝામાં સામાન્ય લોકો પર બોમ્બ ધડાકા ચાલુ રહેશે તો સમગ્ર વિસ્તાર નિયંત્રણ બહાર જશે. જેના પરિણામો અત્યંત ખરાબ હશે.

ઈરાનના આકરા વલણ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે અમે પણ યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ જો ઈરાન અથવા તેના કોઈ સહયોગી દેશો અમેરિકનો પર હુમલો કરશે તો અમે અમારા લોકોની સુરક્ષાથી પાછળ હટીશું નહીં. અમે કહ્યું છે કે અમે પહેલ નહીં કરીએ પરંતુ કોઈપણ હુમલાનો જવાબ આપતાં શરમાશું નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ