બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 12:43 PM, 12 May 2022
ADVERTISEMENT
ગુજરાત ફરવા માટેની IRCTCની સ્પેશિયલ ઓફર
જો તમે પણ ગુજરાત ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. તમે માત્ર 8790 રૂપિયામાં ભારતનાં પ્રમુખ શક્તિપીઠ અંબાજી મંદિરનાં દર્શન તો કરી જ શકો છો અને સાથે સાથે દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને લક્ષ્મી વિલાસ પેલેસની યાત્રા પણ કરી શકો છો.
ADVERTISEMENT
આટલા ઓછા ખર્ચમાં ગુજરાત ફરવાની વ્યવસ્થા ઇન્ડિયન તેલ્વે ટૂરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશને કરી છે. આ માટે આઈઆરસીટીસી એક સ્પેશિયલ ટૂર પેકેજની ઓફર આપે છે. આ ટૂર પેકેજને અમદાવાદ સાથે કેવડિયા યાત્રા - અંબાજી દર્શન વડોદરા (Kevadia Tour With Ahmedabad – Ambaji Darshan Ex Vadodara) નામ આપવામાં આવ્યું છે.
આ ટૂર પેકેજ પ્રત્યેક બુધવાર અને શુક્રવારે શરુ થાય છે. બે રાત અને ત્રણ દિવસની આ ટૂર પેકેજમાં તમને અમદાવાદ અને તેની આસપાસનાં સ્થળો ફરવાનો મોકો મળશે. IRCTCએ ટ્વીટ કરીને આ વિષે જાણકારી આપી છે. તમે દુનિયાનાં સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ પેલેસની યાત્રા સહીત ઘણી ખાસ જગ્યાની મુલાકાત લઇ શકો છો. આ પેકેજ માટે માત્ર 8790 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવો પડશે.
શું છે ખાસ?
આ ટૂર પેકેજમાં આઈઆરસીટીસી પર્યટકોનાં રહેવા અને ફરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ બ્રેકફાસ્ટ અને ડીનર પણ આ પેકેજમાં સામેલ છે. પહેલા દિવસે વડોદરા રેલવે સ્ટેશનથી પર્યટકોને લક્ષ્મી વિલાસ પેલેસ અને બરોડા સંગ્રહાલય જેવા સ્થળો બતાવવામાં આવશે. ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જવામાં આવશે. રાત્રે અમદાવાદ હોટલમાં સ્ટે આપવામાં આવશે. બીજા દિવસે સવારે અંબાજી મંદિરનાં દર્શન કરાવવામાં આવશે. ટૂરનાં ત્રીજા દિવસે સાબરમતિ આશ્રમ, કાંકરિયા ઝીલ અને અક્ષરધામ મંદિર ફેરવવામાં આવશે.
કેટલો થશે ખર્ચ?
ડબલ શેરિંગ માટે તમારે 8890 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત, ટ્રિપલ શેરિંગ માટે 8590 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ થશે. જયારે ચાઈલ્ડ વિથ બેડની વાત કરીએ તો 7390 રૂપિયા પ્રતિ બાળક ખર્ચ થશે. આઈઆરસીટીસીનાં પેકેજ વિષે વધારે જાણકારી મેળવવા માટે તમે ઓફિશિયલ લિંક http://bit.ly/3FlMvnB વિઝીટ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.