IRCTC E Catering will offer food delivery from popular brands
IRCTC /
હવે ટ્રેનમાં શરૂ થશે 'ખુશીઓ કી ડિલીવરી', રેલ્વે આપશે આ ખાસ સુવિધા
Team VTV06:48 PM, 06 Dec 19
| Updated: 06:49 PM, 06 Dec 19
ભારતીય રેલ્વેએ યાત્રાને વધુ આરામદાયી બનાવવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. જેનું નામ 'ખુશીઓ કી ડિલીવરી' રાખવામાં આવ્યું છે. જેમાં યાત્રીઓને બેસ્ટ ફૂડ ડિલીવર કરવામાં આવશે. હકીકતમાં રેલ્વેમાં કેટરિંગની સુવિધા આપનારી કંપની IRCTC તેના ઈ-કેટરિંગ સિસ્ટમને રિબ્રાન્ડ કરવાનો પ્રયાસ કરી રહી છે.
IRCTC તેના ઈ-કેટરિંગ સિસ્ટમને રિબ્રાન્ડ કરવાનો પ્રયાસ કરી રહી છે
રેલ્વેની હાલની કેટરિંગમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે
સબવે, ડોમિનોઝ પિત્ઝા, હલ્દીરામની રાજકાચોરી જેવી વસ્તુઓ ટ્રેનમાં મળશે
આ બ્રાન્ડેડ ભોજનની થશે ડિલીવરી
આ માટે આઈઆરસીટીસીએ 700 ફૂડ વિક્રેતાઓ સાથે ડીલ કરી છે, જે તમને દેશભરના લગભગ 350 રેલ્વે સ્ટેશનો પર તમારા ફેવરિટ ફૂડની ડિલીવરી કરશે. આઈઆરસીટીસીની આ વિશેષ ડીલ અંતર્ગત સબવે, ડોમિનોઝ પિત્ઝા, બિરયાની બ્લૂઝની પ્રખ્યાત બિરયાની, હલ્દીરામની રાજકાચોરી સહિત અનેક પ્રકારની ખાવાની વસ્તુઓ ટ્રેનની મુસાફરી દરમિયાન પહોંચાડવામાં આવશે. તેમાં દક્ષિણ ભારતીય વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
વધુને વધુ મુસાફરોને આવરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે
આ 350 રેલ્વે સ્ટેશનોની પસંદગી એવી રીતે કરવામાં આવી છે કે ત્યાંથી પસાર થતી લગભગ બધી ટ્રેનો અને રેલ્વે રૂટને આવરી શકાય, જેથી વધુને વધુ મુસાફરો તેનો લાભ લઈ શકે. છેલ્લા 1 વર્ષમાં કેટરિંગ બિઝનેસમાં આઈઆરસીટીસીને ઘણો ફાયદો થયો છે. તેને ધ્યાનમાં રાખીને, આઈઆરસીટીસી નવા સંગ્રહમાં 'ખુશી કી ડિલીવરી' નામ રજૂ કરીને તેને વધુ આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રેલ્વેને થઈ રહ્યો છે ફાયદો
હાલમાં, આઈઆરસીટીસીને દર મહિને આશરે 21,000 ફૂડ ઓર્ડર ઇ-કેટરિંગ દ્વારા મળે છે. જ્યારે એક વર્ષ પહેલાં આ આંકડો માત્ર 8000નો હતો. આઈઆરસીટીસીને દરેક ઓર્ડર પર લગભગ 12% કમિશન મળે છે. ઈ-કેટરિંગ ઉપરાંત રેલ્વેની હાલની કેટરિંગમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. હવે ટ્રેનોની પેન્ટ્રી કારમાં નવી કૂકિંગ ટેકનોલોજી, ઉપકરણો અને સ્ટોરેજ સ્પેસ પહેલા કરતા વધુ સારી બનાવવામાં આવી છે. સીસીટીવી દ્વારા બેઝ કિચન પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રેનમાં મળતા ફૂડ પેકેટ પર ક્યૂઆર કોડ પણ છે, મુસાફરો આ કોડ સ્કેન કરી શકે છે અને બેઝ કિચનને સીધા લાઈવ જોઈ શકે છે.