બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / IPS Officer Shares Bizarre Way Students Bribe Teachers To Pass Exams

પાસ થવા પૈસા / ચેકિંગ વખતે પરીક્ષાના પેપરમાંથી નીકળી 200-500ની નોટો જ નોટો, ટીચરે કર્યું દિલ જીતી લેતું કામ

Hiralal

Last Updated: 05:32 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરીક્ષાના પેપર ચેકિંગ માટે બેઠેલા એક ટીચરને પેપરમાંથી ચલણી નોટો મળી આવતાં ચોંકી ઉઠ્યાં હતા. તે જ ઘડીએ તેમને સમજાઈ ગયું કે પાસ થવા માટે વિદ્યાર્થીઓએ તેમની આ રીતે લાંચ આપી છે.

  • પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીઓએ ટીચરને આપી લાંચ
  • પરીક્ષા પેપરમાં ચીપકાવી ચલણી નોટો
  • રુપિયાના મોહમાં ન આવ્યાં ટીચર, સોશિયલ મીડિયામાં જાહેર કરી વાત 

ઠોઠ વિદ્યાર્થીઓ મહેનત તો નથી કરતા અને પરીક્ષામાં પાસ થવા માટે ટીચરને લાંચ આપતાં હોય છે તેવી એક ઘટના બની છે. સોશિયલ મીડિયામાં એક ટીચરે શેર કરેલી તસવીરો વાયરલ થઈ છે. ટીચરનું કહેવું છે કે તેમને પરીક્ષામાં પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ લાંચ આપી છે જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના પેપરમાં ચલણી નોટો મૂકી હતી. 

અરૂણ બોથરાએ નોટોની તસવીરો શેર કરી 

આઇપીએસ અધિકારી અરૂણ બોથરાએ હાલમાં જ એક્સ પર એક ફોટો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. તસવીરમાં 100, 200 અને 500 રૂપિયાની નોટ જોવા મળી રહી છે જે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની અંદર મળી હતી. પરીક્ષામાં પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ આ નોટો ટીચરને લાંચ તરીકે આપી હતી. 

ટીચરે આઈપીએસને મોકલી આપી નોટોની તસવીરો 
આ નોટો એક શિક્ષકને મળી હતી જે બોર્ડની પરીક્ષાના પેપર તપાસી રહ્યા હતા. તેમણે અરુણ બોથરાને આ તસવીર શૅર કરીને આવી શૈક્ષણિક વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બોથરાએ આ ફોટો એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, 'એક ટીચરે આ તસવીર મોકલી છે. વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષામાં આ નોટો ઉત્તરવહીની અંદર રાખવામાં આવી હતી અને તેમને પાસિંગ માર્ક્સ આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. તે આપણા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શિક્ષણ પ્રણાલી વિશે ઘણું બધું કહે છે. '

સોશિયલ મીડિયામાં લોકોએ શું કહ્યું 
ઉત્તરવહીઓમાં ચલણી નોટોની તસવીરો વાયરલ થયા બાદ કેટલાક શિક્ષકોએ ટિપ્પણી કરી હતી કે તેઓ પણ આવા અનુભવમાંથી પસાર થયા છે. આ અંગે લોકો નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'આ કેટલું હાસ્યાસ્પદ છે. આ બાબતે ગેરમાર્ગે ન દોરવા બદલ શિક્ષકને અભિનંદન. આપણી પાસે આવી સારી આત્માઓ પણ છે જેમાં વિદ્યાર્થીઓના પ્રલોભનમાં આવતા નથી. અન્ય એક વ્યક્તિએ ટિપ્પણી કરી, "પેપર તપાસવાના મારા દિવસોમાં મારી સાથે આવું ઓછામાં ઓછું ત્રણ વખત બન્યું છે! આવું લગભગ 20 વર્ષથી થઈ રહ્યું છે. પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાને બદલે પૈસા માંગવાનું દુ:ખદ છે. એ કહેવાની જરૂર નથી કે આવા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે નિષ્ફળ જતા હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ