બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 With a strike rate of 230 Rachin Ravindra stunned Gujarat with his stormy batting

IPL 2024 / 1.8 કરોડ રૂપિયાના રચિન રવિન્દ્રનો પૈસા વસૂલ શો! 230ના સ્ટ્રાઈક રેટ સાથે ગુજરાત પર ભારે પડ્યો ચેન્નાઈનો આ સુપરકિંગ

Megha

Last Updated: 09:16 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગીલે ચેન્નાઇ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. રચિન રવિન્દ્રની તોફાની શરૂઆત બાદ ટીમે શિવમ દુબેની ફિફ્ટીના આધારે 6 વિકેટે 206 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) હંમેશા તેના ખેલાડીઓની પસંદગીમાં કંઈક સુપર કરે છે અને આ વખતે એમને ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રની પસંદગી કરીને આવો જ નિર્ણય લીધો છે. આ લીગમાં પહેલીવાર રમી રહેલા આ ખેલાડીને અહીં ઓપનિંગ કરવાની તક મળી રહી છે અને ટીમને તેની વિસ્ફોટક શૈલી ખૂબ જ પસંદ આવી રહી છે. 

રચિને આ લીગમાં રમાયેલી પ્રથમ બે મેચમાં પોતાની પ્રતિભા બતાવી છે અને ખાસ કરીને ગઇકાલે એટલે કે મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 20 બોલમાં 46 રન બનાવીને દરેક લોકોને ચોંકાવી દીધા હતા.  

ઈન્ડિયન પ્રીમિયર લીગની બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે ચેન્નાઇ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. રચિન રવિન્દ્રની તોફાની શરૂઆત બાદ ટીમે શિવમ દુબેની ફિફ્ટીના આધારે 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા આવેલી ગુજરાતની ટીમ નબળી બેટિંગના કારણે 8 વિકેટના નુકસાન પર 143 રન જ બનાવી શકી હતી અને ચેન્નાઈએ આ મેચ 63 રને જીતી લીધી હતી.

રચિન રવિન્દ્ર અને કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ચેન્નાઈને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ માત્ર 4.3 ઓવરમાં ટીમને 50 રન સુધી પહોંચાડી દીધી હતી અને ખાસ કરીને રવિન્દ્ર ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. રવિન્દ્ર 20 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો અને પોતાની ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન રચિનનો સ્ટ્રાઈક રેટ 230 હતો.

વધુ વાંચો: માત્ર 0.6 સેકન્ડમાં ધોનીએ 2.3 મીટર છલાંગ લગાવી એવો જોરદાર કેચ પકડ્યો, કે Video જોતા જ રહી જશો

એ વાત તો નોંધનીય જ છે કે પહેલા એ નક્કી થયું ન હતું કે રચિન CSK ટીમમાં કયા સ્થાન પર રમશે. પરંતુ તેનો અગાઉનો ઓપનર ડેવોન કોનવે ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં CSK મેનેજમેન્ટે રચિનને ​​ઓપનિંગ કરવાની તક આપી અને તે અહીં શરૂઆતથી જ શ્રેષ્ઠ દેખાવ કરતો જોવા મળી રહ્યો છે. આ સિઝનની પ્રથમ મેચમાં તેણે RCB સામે 15 બોલમાં 37 રન બનાવ્યા હતા, જેમાં 3 ફોર અને 3 સિક્સ સામેલ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ