બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 mi appointed hardik pandya as captain now who will be captain of csk
Last Updated: 10:16 AM, 16 December 2023
ADVERTISEMENT
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 5 વખત IPLની ટ્રોફી જીતાડનાર કેપ્ટન રોહિત શર્માની જગ્યા પર હાર્દિક પંડ્યાને પોતાનો નવો કેપ્ટન અપોઈન્ટ કર્યો છે. તેના પાછળ મુંબઈ ઈન્ડિયન્સે તર્ક આપ્યો છે કે તેમણે ભવિષ્યને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કર્યો છે. જોકે મુંબઈ જેવી સ્થિતિ ચેન્નાઈ સુપર કિંગ્સની પણ છે.
ADVERTISEMENT
ચેન્નાઈને પણ મહેન્દ્ર સિંહ ધોનીએ 5 વખત ચેમ્પિયન બનાવ્યું છે અને કદાચ આઈપીએલ 2024 કેપ્ટન અને ખેલાડી તરીકે તેમની છેલ્લી સીઝન સાબિત થઈ શકે છે. એવામાં સવાલ એ ઉઠે છે કે ધોનીના બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી કોણ સંભાળશે?
ધોનીના બાદ કોણ હશે સીએસકેનો કેપ્ટન?
હકીકતે ચેન્નાઈએ પણ મુંબઈની જેમ આઈપીએલ 2022માં ધોનીની હાજરીમાં ભવિષ્યને ધ્યાનમાં રાખતા રવિંદ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ અડધી સીઝનમાં જ ધોનીને ફરીથી કેપ્ટન્સી સોંપવામાં આવી. તેના બાદ ધોનીએ આઈપીએલ 2023માં એક વખત ફરી ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યું.
એવામાં ધોની આઈપીએલ 2024ના બાદ સંન્યાસ લે તો તેમની જગ્યા પર ચેન્નાઈ સુપર કિંગ્સનું કેપ્ટન કોણ બનશે? આ સવાલનો જવાબ હાલ આપવો મુશ્કેલ છે પરંતુ છતાં અમુક ખેલાડી એવા છે જેના પર ચેન્નાઈની ટીમ દાવ રમી શકે છે. તેમાંથી જ એક ખેલાડીનું નામ ઋતુરાજ ગાયકવાડ છે.
ઋતુરાજ ગાયકવાડ હોઈ શકે છે સૌથી સારો વિકલ્પ
ચેન્નાઈ માટે છેલ્લા થોડા વર્ષોથી ઓપનિંગની જવાબદારી સારી રીતે નિભાવનાર ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન્સીનો થોડો અનુભવ છે. તેમણે હાલમાં જ થયેલી એશિયન ગેમ્સમાં પણ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું અને વિજેતા બનીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાં જ તે યુવા પણ છે એવામાં ચેન્નાઈ સુપર કિંગ્સને લાંબા સમય માટે એક યુવા ભારતીય કેપ્ટન મળી શકે છે.
અંબાતી રાયડુએ કરી છે ભવિષ્યવાણી
ટીમ ઈન્ડિયા અને CSKના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડૂએ હવે એક મોટી ભવિષ્યવાણી કરી છે. રાયડૂને લાગી રહ્યું છે કે ધોનીના બાદ ચેન્નાઈ ટીમની કમાન 26 વર્ષીય ઓપનર ઋતુરાજ ગાયકવાડને મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.