બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 CSK beat Gujarat Titans first number in points table Ruturaj Gaikwad

IPL 2024 / ગુજરાત ટાઈટન્સને હરાવી CSK પોઈન્ટ ટેબલમાં પહોંચ્યું ટોપ પર, કેપ્ટન ગાયકવાડે કહી આ મોટી વાત

Ajit Jadeja

Last Updated: 03:12 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની 17મી સીઝનની શરૂઆત CSK માટે સારી રહી છે. CSK પોઈન્ટ ટેબલ પર પહેલા નંબરે છે. ગઈકાલે તેને ગુજરાત ટાઈટન્સને હરાવ્યુ હતું.

ચેપોકમાં રમાયેલી CSK vs GTની મેચમાં ડિફેડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યુ હતું. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. બેટિંગ કરવા આવેલી ચેન્નઈની ટીમે 206 જેટલો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. આ સ્કોરને ચેઝ કરવા આવેલી ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 143 રન જ બનાવી શકી હતી.

આ સીઝનની સાતમી મેચમાં ચેન્નઈએ ગુજરાત ટાઈટન્સને 63 રને હરાવ્યુ હતું. ચેન્નઈએ પહેલી બેટિંગમાં 206 રન કર્યા હતા જેમાં તેમની 8 વિકેટ પડી હતી. તો સામે ગુજરાતની ટીમ 20 ઓવરમાં માત્ર 143 રન જ બનાવી શકી હતી જેમા તેની 8 વિકેટ પડી હતી. ચેન્નઈના રચિન રવિન્દ્રએ 20 બોલમાં 46 રન અને દુબેએ 23 બોલમાં 51 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ 46 રન બનાવ્યા હતા.   ગુજરાત ટાઈટન્સના સાઈ સુદર્શન 37 રન સાથે તેની ટીમનો હાઈએસ્ટ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો.

 ગાયકવાડે શું કહ્યુ ?

આ જીત પર કેપ્ટન ગાયકવાડે કહ્યુ હતુ કે, આજની મેચ અમારા માટે એકદમ સારી રહી. બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગમાં અમારે આ રીતે જ પ્રદર્શન કરવાની જરૂર હતી. ચૈન્નઈની પીચ વિશે અમે સ્યોર નહોતા કે પીચ કેવી હશે તો પણ અમારે તેની પરવાહ કર્યા વગર બેસ્ટ પર્ફોમ કરવાની જરૂર હતી. ગાયકવાડે આગળ કહ્યુ કે, રચિને પાવર પ્લેમાં શાનદાર બેટિંગ કરી હતી. તેની ફાસ્ટ બેટિંગને કારણે જ અમે આખી મેચ દરમિયાન ગુજરાતથી આગળ રહ્યા હતા.

આ પણ વાંચોઃ Video: ગુસ્સામાં હેલમેટ-પેડ પહેરીને ધોની જઇ રહ્યો હતો ડ્રેસિંગ રૂમ તરફ, એજ સમયે થયો જોરદાર બ્લાસ્ટ!

વિજેતા ટીમના કેપ્ટન ગાયકવાડે મહેન્દ્રસિંહ ધોનીની પણ પ્રશંસા કરી હતી. તેને કહ્યુ હતુ કે ધોનીનો આત્મવિશ્વાસ ખૂબ હાઈ છે. તે તેમનો ટીમમાં રોલ સમજે છે. તેઓ અમારા માટે એક પ્લસ પોઈન્ટ છે. ઉલ્લેખનીય છે કે, CSK પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે પહેલા નંબરે પહોંચી ગયુ છે. CSKની આગામી મેચ 31 માર્ચે દિલ્લી કેપિટલ્સ સામે રમાશે અને GTની આગલી મેચ પણ 31 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અમદાવાદમાં રમાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ