બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: jaydev unadkat breaks indian record

IPL 2023 / જયદેવ ઉનડકટએ IPL રચ્યો કીર્તિમાન, બધા ભારતીય ક્રિકેટરને પાછળ છોડી નામે કર્યો આ ખાસ રેકોર્ડ

Bijal Vyas

Last Updated: 10:34 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયદેવ ઉનડકટે શનિવારે, 1 એપ્રિલના રોજ IPL 2023 માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે મેદાન ઉતર્યો હતો, મેદાનમાં ઉતરતાની સાથે જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાંચો વિગત

  • જયદેવ ઉનડકટ IPL 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમે છે
  • જયદેવ ઉનડકટ આઇપીએલમાં અત્યાર સુધી 7 અલગ-અલગ ટીમો માટે રમી ચુક્યા છે

IPL 2023: ભારતીય ઝડપી બોલર જયદેવ ઉનડકટે શનિવારે, 1 એપ્રિલના રોજ IPL 2023 માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે મેદાન ઉતર્યો હતો. જયદેવ ઉનડકટે લખનઉની ટીમ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હકીકતમાં લખનઉ સુપર જાયન્ટ્સ આઈપીએલમાં જયદેવ ઉનડકટની 7મી ટીમ છે. ઉનડકટે IPLમાં સૌથી વધુ ટીમો માટે રમવાનો ભારતીય રેકોર્ડ તોડ્યો છે. યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, ઈરફાન પઠાણ, પાર્થિવ પટેલ, ઈશાંત શર્મા અને દિનેશ કાર્તિક જેવા ઘણા ક્રિકેટરો આઈપીએલમાં 6 ટીમો માટે રમ્યા છે, પરંતુ ઉનડકટે હવે તે બધાને પાછળ છોડી દીધા છે. IPLમાં સૌથી વધુ ટીમો સાથે રમવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચના નામે છે. એરોન ફિન્ચ આઈપીએલમાં અત્યાર સુધી 9 ટીમનો ભાગ રહી ચૂક્યો છે.

જયદેવ ઉનડકટની આઈપીએલ કારકિર્દી 2010થી શરૂ થઈ હતી. ઉનડકટ 2010માં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો અને તેણે 2012માં ટીમ સાથે ખિતાબ જીત્યો હતો. 2013માં જયદેવ ઉનડકટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાયો. ત્યાર બાદ 2014 અને 2015માં જયદેવ દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી રમ્યો હતો. 

જયદેવ ઉનડકટે રચ્યો ઈતિહાસ: સૌરાષ્ટ્ર માટે આવી કમાલ કરી બતાવનાર પહેલો ખેલાડી  બન્યો | ranji trophy final jaydev unadkat becomes first saurashtra bowler  to have completed 300 wickets

2017 માં જયદેવ ઉનડકટ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમમાં જોડાયો અને બીજા જ વર્ષે એટલે કે 2018 માં, ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને છોડ્યો અને બે વખત ખરીદ્યો. જયદેવ ઉનડકટે રાજસ્થાન રોયલ્સ સાથે ચાર સિઝન વિતાવી હતી. IPL 2022ની મેગા ઓક્શનમાં તે મુંબઈ ઈન્ડિયન્સની પાસે ગયો હતો. 2023 IPL પહેલા લખનઉ સુપર જાયન્ટ્સે ઉનડકટને ખરીદ્યો હતો.

પાર્થિવ પટેલ, યુવરાજ સિંહ, ઈશાંત શર્મા, ઈરફાન પઠાણ, દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, થિસારા પરેરા આઈપીએલમાં 6-6 ટીમો માટે રમ્યા છે. તે જ સમયે, આશિષ તેની IPL કારકિર્દીમાં 4 ટીમોનો ભાગ રહ્યો છે. આશિષ નેહરા ઉપરાંત મયંક અગ્રવાલ અને જેસન હોલ્ડર પણ IPLની આ સિઝનમાં તેમની 5મી ફ્રેન્ચાઈઝી સાથે રમતા જોવા મળશે.

VIDEO: સૌરાષ્ટ્રના ભવ્ય વિજય બાદ જયદેવ ઉનડકટે મેદાન પર જ કર્યું એવું કે  જોઈને તમે પણ થઈ જશો ઈમોશનલ I cricket vijay hazare trophy final jaydev  unadkat emotional after winning the ...

જયદેવ ઉનડકટે આઈપીએલમાં અત્યાર સુધી 92 મેચ રમી છે, જેમાં તેણે 13.67ની એવરેજ અને 123.31ની સ્ટ્રાઈક રેટથી 164 રન બનાવ્યા છે. તે જ સમયે, બોલિંગમાં, ઉનડકટે 8.83ની ઇકોનોમી સાથે 91 વિકેટ લીધી છે. IPL 2023 માં લખનઉ સુપર જાયન્ટ્સ સાથે ઉનડકટનું ડેબ્યૂની આશા ના  હતી. તેણે દિલ્હી કેપિટલ્સ સામે સિઝનની તેની પ્રથમ મેચમાં 3 ઓવર ફેંકી અને 39 રન આપ્યા. આ મેચમાં તેને કોઈ વિકેટ મળી ન હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ