બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 03:37 PM, 24 December 2023
ADVERTISEMENT
ત્રણ રાજ્યોમાં મળેલી જીતથી ઉત્સાહિત ભાજપે મિશન લોકસભાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ 2019 કરતા પણ મોટી જીત હાંસલ કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બે દિવસીય બેઠકમાં નેતાઓને નવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીમાં જંગી જીત હાંસલ કરવા માટે આ વખતે વોટ ટકાવારી 10 ટકા વધારવાની દિશામાં કામ કરવાનું કહેવામાં આવ્યું છે. આ વખતે ભાજપ 35 કરોડ વોટ મેળવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. 2019માં તેમને 22.9 કરોડ વોટ મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં શાસક પક્ષને 37 ટકાથી વધુ વોટ મળ્યા હતા જ્યારે તેની આગેવાની હેઠળના NDA ગઠબંધનને લગભગ 45 ટકા વોટ મળ્યા હતા. 2014માં કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી ભાજપે વિધાનસભા ચૂંટણીમાં પોતાની વોટ ટકાવારી 50 ટકા સુધી વધારવા માટે સતત પ્રયાસો કર્યા છે અને કેટલીક ચૂંટણીઓમાં તેને સફળતા પણ મળી છે.
आज भाजपा केन्द्रीय कार्यालय विस्तार, नई दिल्ली में पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने प्रधानमंत्री श्री @narendramodi की गरिमामयी उपस्थिति में दो दिवसीय 'राष्ट्रीय पदाधिकारी बैठक' का शुभारंभ किया। pic.twitter.com/cqhkMP3J7O
— BJP (@BJP4India) December 22, 2023
ADVERTISEMENT
350 સીટોનો નવો ટાર્ગેટ રાખ્યો
ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ અધ્યક્ષોની બેઠક દરમિયાન પીએમ મોદીએ કાર્યકર્તાઓને મિશન મોડમાં લોકસભા ચૂંટણીની તૈયારી કરવા જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાને પાર્ટીને 2024ની ચૂંટણીમાં 35 કરોડ મત મેળવવાનો લક્ષ્યાંક પણ આપ્યો હતો. જ્યારે 2019માં તેને 22.9 કરોડ મત મળ્યા હતા. છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ભાજપને 37 ટકાથી વધુ વોટ મળ્યા હતા. જેને પાર્ટી આ વખતે વધારીને 50 ટકાની નજીક કરવા માંગે છે. ભાજપ 2019માં 303 સીટો જીતવામાં સફળ રહી હતી, હવે પાર્ટીએ 350 સીટોનો નવો ટાર્ગેટ રાખ્યો છે
વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈ વાત કરી
બેઠકના પ્રથમ દિવસે વડા પ્રધાને મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો સુધી પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઘણી વખત ચાર સૌથી મોટી જાતિ તરીકે વર્ણવ્યા છે. તેમણે પાર્ટીના નેતાઓને આ લોકોને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં સામેલ કરવા કહ્યું હતું. જેનો ઉદ્દેશ્ય તેમની સરકારની મુખ્ય કલ્યાણ યોજનાઓને 100 ટકા પૂર્ણ કરવાની ખાતરી કરવાવાનો છે. પાર્ટીના નેતાઓએ કહ્યું કે પાર્ટીના ટોચના નેતૃત્વએ જીતવા માટે સીટોની સંખ્યાનો કોઈ ચોક્કસ લક્ષ્યાંક આપ્યો નથી પરંતુ 2019ના પ્રદર્શન કરતા મોટી જીત સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.
રામ મંદિરને લઈ ચર્ચા
ભાજપની બેઠકમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પર પણ ખાસ ચર્ચા થઈ હતી. કાર્યકરોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રામ મંદિર વિશે શક્ય તેટલી વધુ માહિતી આપવા અને ચર્ચા કરવા કહેવામાં આવ્યું હતું. પાર્ટીને વિશ્વાસ છે કે ચૂંટણીમાં તેના પક્ષમાં આ એક મોટો મુદ્દો હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના અધિકારીઓને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના સંબંધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોમાં મહત્તમ ભાગીદારીની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રશિયા-યુક્રેન યુદ્ધ / અજીત ડોભાલ રોકાવી શકશે રશિયા-યુક્રેનનું યુદ્ધ? PM મોદીનાં દૂત બનીને જશે મોસ્કો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.