બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:34 AM, 28 March 2024
Israel-Hamas War : Israel-Hamas warને ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મલેશિયાની મુલાકાત દરમિયાન ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. રાજધાની કોલમપુરમાં એક કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે ઇઝરાયલને આડેહાથ લઈ અને પેલેસ્ટાઇનમાં તેના હુમલાઓને કારણે નાગરિકોના નુકસાન અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે બોલતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સમગ્ર વિવાદમાં કોણ સાચુ અને કોણ ખોટું એ અલગ વાત છે, પરંતુ હકીકત એ છે કે પેલેસ્ટાઈનીઓને તેમના અધિકારો અને જમીનથી વંચિત રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે 7 ઓક્ટોબરે થયેલા હમાસના હુમલાને પણ આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પરંતુ તે વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે, ગાઝામાં તેની ક્રિયાઓ માટે ઈઝરાયેલની જવાબદારી આંતરરાષ્ટ્રીય સ્તરે નિશ્ચિત થવી જોઈએ. તમને જણાવી દઈએ કે જયશંકરનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ કરવાની વાત કરવામાં આવી છે. અમેરિકાએ આ પ્રસ્તાવને વીટો ન આપ્યો અને મતદાનથી દૂર રહ્યું. આના પર ઈઝરાયેલે અમેરિકા સામે નારાજગી વ્યક્ત કરી છે.
"Underlying fact is that Palestinians have been denied their homeland": EAM Jaishankar on Israel-Palestine conflict
— ANI Digital (@ani_digital) March 27, 2024
Read @ANI Story | https://t.co/J35M5cUHTu#Jaishankar #IsraelPalestineConflict #Gaza #Hamas pic.twitter.com/TXopqTN584
ADVERTISEMENT
આવો જાણીએ શું કહ્યું જયશંકરે ?
વિદેશમંત્રી એસ જયશંકર સિંગાપોર, ફિલિપાઈન્સ અને મલેશિયાની મુલાકાતે છે. ફિલિપાઈન્સની મુલાકાત બાદ તેઓ મલેશિયા પહોંચ્યા છે, જ્યાં કોલમપુરમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, એક તરફ 7 ઓક્ટોબરે જે થયું તે આતંકવાદ હતો. બીજી તરફ નિર્દોષ નાગરિકોના મોતને કોઈ સહન કરશે નહીં. જયશંકરે વધુમાં કહ્યું, દેશો યોગ્ય લાગે તે રીતે પ્રતિક્રિયા આપવા માટે યોગ્ય હોઈ શકે છે, પરંતુ તમારી પાસે એવો પ્રતિભાવ હોઈ શકે નહીં જે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને ધ્યાનમાં ન લે. હકીકત એ છે કે, પેલેસ્ટિનિયનોને તેમના અધિકારો અને જમીનથી વંચિત રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
#WATCH | Kuala Lumpur, Malaysia: EAM Dr S Jaishankar says, "...I go back to India tomorrow, I have the foreign minister of Ukraine visiting me the day after that. We have also been the country who have the opportunity to talk to the Russians very frankly and bluntly on this issue… pic.twitter.com/IL3oQO7Jfp
— ANI (@ANI) March 27, 2024
ADVERTISEMENT
હમાસે ઈઝરાયેલ પર ઓપરેશન અલ-અક્સા ફ્લડ શરૂ કર્યા બાદ ઈઝરાયેલ તેના જવાબમાં છેલ્લા 5 મહિનાથી ગાઝા પર હુમલો કરી રહ્યું છે. જેના કારણે ગાઝામાં માનવીય સંકટ ઉભું થયું છે. આ હુમલાઓમાં લગભગ 35 હજાર નાગરિકોના મોત થયા છે અને ગાઝાનું લગભગ 75 ટકા માળખું ધ્વસ્ત થઈ ગયું છે, જેના કારણે પેલેસ્ટિનિયનોને દવા, ખોરાક વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ બહારની મદદ પર નિર્ભર રહેવું પડે છે. ઇઝરાયલ અને ઇજિપ્તની સરહદો બંધ કર્યા પછી ગાઝા સુધી આંતરરાષ્ટ્રીય સહાય પહોંચાડવી ખૂબ જ મુશ્કેલ છે જેના કારણે આ સંકટ ઘેરી બની રહ્યું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.