બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / BJP has complained to EC about giving ticket to IPS wife from this seat

લોકસભા ચૂંટણી 2024 / IPSની પત્ની ઉતરી ચૂંટણી મેદાનમાં, આ સીટ પરથી કોંગ્રેસે ટિકિટ આપતા ભાજપ એક્ટિવ મોડમાં, કરી ECને ફરિયાદ

Priyakant

Last Updated: 09:19 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ભાજપે કરી વરિષ્ઠ IPS અધિકારીને સરકારી કામમાંથી તાત્કાલિક રાહત અને રાજ્યમાંથી તેમની હકાલપટ્ટીની માંગ

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારતીય જનતા પાર્ટીના કર્ણાટક એકમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જેમાં વરિષ્ઠ IPS અધિકારી હેમંત નિમ્બાલકરને સરકારી કામમાંથી તાત્કાલિક રાહત અને રાજ્યમાંથી તેમની હકાલપટ્ટીની માંગ કરવામાં આવી છે. ભાજપે તેની ફરિયાદમાં કહ્યું છે કે, નિમ્બાલકરની પત્ની અંજલી નિમ્બાલકર ઉત્તર કન્નડ લોકસભા સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી હોવાથી તેમને રાજ્યની બહાર મોકલી દેવા જોઈએ જેથી તેઓ તેમના પદ અને પ્રભાવથી કોઈને પ્રભાવિત ન કરી શકે.

ચૂંટણી પંચને લખેલા પત્રમાં ભાજપે કહ્યું છે કે, નિમ્બાલકરને ચૂંટણી સંબંધિત તમામ કામમાંથી મુક્તિ આપવી જોઈએ કારણ કે આમ ન કરવાથી હિતોનો ટકરાવ થશે. હાલમાં નિમ્બાલકર માહિતી અને જનસંપર્ક વિભાગના કમિશનર તરીકે કાર્યરત છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પરત આવ્યા બાદ તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી છે. તેમની પત્નીએ પણ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ખાનપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી.

ભાજપના MLC સી નારાયણસ્વામીએ ફરિયાદ નોંધાવી અને જણાવ્યું હતું કે, તેમણે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીને નિમ્બાલકરને અન્ય રાજ્યમાં પોસ્ટ કરવા વિનંતી કરી છે કારણ કે તેઓ સામાન્ય ચૂંટણીઓમાં તેમની શક્તિ અથવા પ્રભાવનો ઉપયોગ કરી શકે છે. ભાજપે તેની ફરિયાદમાં કહ્યું છે કે, તે એક પ્રભાવશાળી અને વરિષ્ઠ IPS અધિકારી છે અને ઉમેદવાર સાથેના તેમના સંબંધો અન્ય IPS અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને પ્રભાવિત કરી શકે છે જેમને ચૂંટણી ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નિમ્બાલકર પોતાની પત્ની માટે વોટ માંગવા માટે પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા હોવાની પણ માહિતી મળી છે. જો તેઓ આ પદ પર ચાલુ રહે છે તો તેઓ કોંગ્રેસ પાર્ટી અને તેના ઉમેદવારોની તરફેણમાં તેમના પદ અને પ્રભાવનો ઉપયોગ કરી શકે છે.

વધુ વાંચો: પહેલા કેજરીવાલ, હવે કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ થવા મુદ્દે અમેરિકાએ દખલગીરી કરતા ભારત લાલઘૂમ

કોણ છે અંજલિ નિમ્બાલકર? 
ડૉ. અંજલિ નિમ્બાલકર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને દેશના ગૃહ પ્રધાન શંકરરાવ ચવ્હાણની પૌત્રી અને કર્ણાટકના જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને IVF નિષ્ણાત છે. તે મૂળ ધારાશિવના ઉમરગા ગામના છે. મુંબઈમાંથી તેણીનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેણીના લગ્ન IPS અધિકારી હેમંત નિમ્બાલકર સાથે થયા હતા. જેઓ કોલ્હાપુર અને કર્ણાટકના ધડાડીના પુત્ર હતા. 2017માં તે ખાનપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ