બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Indian stocks close at new record highs, Sensex rises 800 points, Nifty IT rises 700 points

શેર માર્કેટ / ઐતિહાસિક..અભૂતપૂર્વ..શેર બજારમાં તેજીની આંધી, સેન્સેક્સમાં 800 પોઈન્ટનો જમ્પ, 2 લાખ કરોડ રૂપિયા છાપ્યા

Pravin Joshi

Last Updated: 11:08 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારનું આજનું ટ્રેડિંગ સત્ર ઐતિહાસિક રહ્યું છે. રોકાણકારોની ખરીદીના કારણે સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

  • ભારતીય શેરબજાર નવી વિક્રમી ઊંચાઈએ બંધ
  • આજે સેન્સેક્સ 800 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો
  • નિફ્ટી 700 પોઈન્ટ ઉછળી 64,705 પર બંધ થયો

ભારતીય શેરબજારનું આજનું ટ્રેડિંગ સત્ર ઐતિહાસિક રહ્યું છે. રોકાણકારોની ખરીદીના કારણે સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ખરીદીને કારણે BSE સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઊંચા સ્તરે બંધ થયા છે. સેન્સેક્સ 65,000ના આંકડાને સ્પર્શવાથી માત્ર 250 પોઈન્ટ દૂર છે. સેન્સેક્સ અને નિફ્ટી લાઇફટાઇમ હાઈ પર બંધ થયા છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 790 પોઈન્ટના ઉછાળા સાથે 64,705 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 213 પોઈન્ટના ઉછાળા સાથે 19,185 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

બેન્કિંગ, ઓટો, આઈટી સેક્ટરના શેરમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી 

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને નિફ્ટી આઈટીમાં 710 પોઈન્ટ અથવા 2.46 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે બેન્ક નિફ્ટીમાં 396 પોઈન્ટ અથવા 0.89 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 227 પોઈન્ટ અથવા 0.64 ટકાના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે સ્મોલ કેપ શેરોમાં પણ વધારો થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો ઉછાળા સાથે બંધ થયા જ્યારે માત્ર 3માં ઘટાડો થયો. નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેર ઉછાળા સાથે જ્યારે 11 નુકસાન સાથે બંધ થયા હતા.

અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં તેજીના સંકેત, સેન્સેક્સ 300  પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 16300 ને પાર | stock market opens up with green  signal sensex nifty go high ...

રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડનો ઉછાળો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈને સ્પર્શ્યા બાદ રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આજના ટ્રેડિંગના અંતે BSEનું માર્કેટ કેપ રૂ. 296.41 લાખ કરોડ પર બંધ થયું છે. જે અત્યાર સુધીનું ઐતિહાસિક રેકોર્ડ સ્તર છે. જ્યારે છેલ્લા સત્રમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 294.30 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.11 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ