બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Indian railways clarify train services will not stop due to corona

મોટા સમાચાર / કોરોનાના વધતા કેસ વચ્ચે ટ્રેનો ફરીવાર થશે બંધ? રેલવેએ આપ્યું મોટું નિવેદન

Kavan

Last Updated: 03:46 PM, 9 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. ત્યારે કોરોનાના વધી રહેલા કેસને જોતા કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે અને કેટલીક પાબંધીઓ લાદવાનું શરૂ કર્યું છે. ત્યારે ફરી એક વખત ટ્રેન બંધ થવાના સમાચારો વાયરલ થયાં છે.

  • ભારતમાં કોરોના સંકટ ઘેરાયું 
  • રેલેવે ફરીવાર થઇ જશે બંધ? 
  • રેલવેએ વાયરલ થયેલા દાવા ફગાવ્યા 

ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધી રહેલા કેસને જોતા કેટલાક શહેરોમાં પૂર્ણ લૉકડાઉન કે પછી વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરાઇ ચૂકી છે. તો વધી રહેલા કેસને પગલે મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલી તેજસ એક્સપ્રેસનું સંચાલન એક મહિનામાં માટે બંધ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સવાલ ઉભા થાય છે કે, શું તમામ ટ્રેનો ફરી વખત બંધ થઇ જશે? આ અંગે રેલેવે મોટું નિવેદન આપ્યું હતું. 

જાણો શું કહ્યું રેલવેએ?

ભારતીય રેલવેએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, ટ્રેનો રોકવાનું કે પછી પાબંધી લગાવવાનું ભારતીય રેલવેનું કોઇ જ આયોજન નથી. 

જરૂર પ્રમાણે રેલવેની સંખ્યા વધારવાની અધિકારીએ કરી વાત 

રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ જણાવ્યું હતું કે,જે લોકો મુસાફરી કરવા ઇચ્છે છે તેમના માટે રેલવેની અછત નથી. હું તમામને વિશ્વાસ અપાવું છું કે, માગ અનુસાર રેલવેનું સંચલન કરવામાં આવશે. આ મહિનાઓમાં રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા સામાન્ય જોવા મળી છે. અમે જરૂરીયાત પ્રમાણે ટ્રેનની સંખ્યા વધારીશું.  

ટ્રેનમાં મુસાફરી કરવા માટે નેગેટિવ રિપોર્ટની જરૂર નથી 

શર્માએ મીડિયા રિપોર્ટને ફગાવ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ટ્રેનથી યાત્રા કરનારને કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજીયાત છે. શર્માએ વધુ કહ્યું કે, મહારાષ્ટ્રમાં જે શ્રમિકો પરત જવાની વાત કરી છે તે પલાયન નહીં પરંતુ રેલવેના સામાન્ય પ્રવાસીઓ છે. નાઇટ કર્ફ્યૂથી બચવા માટે તેઓ ઝડપથી સ્ટેશન પહોંચી રહ્યા છે. જેના કારણે ભીડ જોવા મળી હતી.

ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (9મી એપ્રિલ)

ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 1,31,968 કેસ આવતા હડકંપ મચી ગયો છે. પહેલીવાર આટલા બધા કેસ સામે આવ્યા છે જ્યારે 24 જ કલાકમાં 780 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608 થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ