આજથી દિલ્હીના તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ મળવાની શરુ થઈ ગઈ છે. જેનું વેચાણ લોકડાઉન બાદથી બંધ કરી દેવાયું હતુ. મુંબઈ સહિત દેશના મોટા અન્ય મોટા શહેરોમાં જ્યાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ 50 રુપિયા રાખવામાં આવ્યા છે. જેથી વધારે લોકો સ્ટેશનમાં કામ વગર ન આવે અને ભીડ ન થાય. ત્યારે દિલ્હીમાં પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 30 રુપિયા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી લોકોને આર્થિક ભારણ પણ ન પડે.
દિલ્હીમાં 3 ગણો વધ્યો ભાવ
રેલવેએ ટિકિટના ભાવમાં 3 ગણો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 10 રુપિયા હતો હવે 30 રુપિયા કરી દેવાયો છે.
મુંબઈમાં 5 ગણો વધારો
સેન્ટ્રલ રેલવેએ પ્લેટફોર્મ પર વધનારી ભીડને રોકવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિઝનના કેટલાક સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટમાં 5 ગણો વધારો કરી દીધો છે. રેલવેના જણાવ્યાનુંસાર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનલમાં 10 રુપિયાના ગત દરની જગ્યાએ પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 કરી દીધી છે.
લોકલ ભાડામાં પણ વધારો કર્યો
પ્લેટફોર્મ ટિકિટના રેટમાં વધારાની સાથે રેલવે તરફથી લોકલના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. રેલવે તરફથી પેસેન્જ ટ્રેનની જગ્યાએ એક્સપ્રેસ ટ્રેન સેવા શરુ કરી દેવાઈ છે. જેના ભાડામાં વધારો થયો છે. મુસાફરોને હવે 10 રુપિયાની જગ્યાએ 30 રુપિયા લઈને લોકલમાં સફર કરવી પડશે.
આ કારણે ભાડું વધાર્યુ
કોરોનાના કારણે ભાડામાં વધારો થયો છે. પ્લેટફોર્મ પર ટિકિટ લેવા પહોંચેલા નવી દિલ્હી સ્ટેશન પરના લોકોએ કહ્યું કે પ્લેટફોર્મ ટિકિટથી ખિસ્સા પર અસર પડી રહી છે. કેટલાક મુસાફરોનું કહેવું હતું કે સરકારના આ નિર્ણયથી તેમની આવક વધશે અને રેલવેમાં હજું વધારે સુધારો થશે.