બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / indian cricket team chief selector job harbhajan singh says salary should be equal

સ્પષ્ટતા / હરભજન કે સહેવાગ બની શકે છે ચીફ સિલેક્ટર, પરંતુ BCCIએ માનવી પડશે આ એક શરત

Premal

Last Updated: 08:32 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIની સીનિયર સિલેક્શન કમિટીનુ મુખ્ય પદ છેલ્લાં આશરે 10 દિવસથી ખાલી છે, કારણકે પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ વિવાદ બાદ રાજીનામું આપ્યું હતુ.

  • BCCIની સીનિયર સિલેક્શન કમિટીનુ મુખ્ય પદ આશરે 10 દિવસથી ખાલી
  • પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ વિવાદ બાદ આપ્યું હતુ રાજીનામું
  • ભારતના પૂર્વ સ્પિનરે ખુલીને એક શરત સામે મુકી

ભારતીય ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીના નવા ચીફ સિલેક્ટર કોણ હશે?

ભારતીય ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીના નવા અધ્યક્ષ કોણ હશે? આ સવાલ છેલ્લાં ઘણા દિવસથી પૂછાઈ રહ્યો છે. એક કથિત સ્ટિંગ ઓપરેશનમાં ઘણા પ્રકારની વિવાદીત વાતો બોલવાને કારણે ગયા મહિને ચીફ સિલેક્ટર બનેલા ચેતન શર્માએ રાજીનામું આપવુ પડ્યુ હતુ. એવામાં પાંચ સભ્યોની સીનિયર સિલેક્શન કમિટી હાલ ચીફ સિલેક્ટર વગર જ ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કોને નવો ચીફ સિલેક્ટર બનાવશે, જેનો જવાબ દરેક વ્યક્તિ શોધી રહ્યુ છે. શું હરભજન સિંહ આ નામ હોઇ શકે છે? ભારતના પૂર્વ સ્પિનરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ખુલીને એક શરત સામે મુકી, ત્યારબાદ જ તે તેની પર વિચાર કરી શકે છે.  

ભારતીય ક્રિકેટના દિગ્ગજ નામ આ કામથી મોંઢૂ ફેરવવા લાગ્યા

થોડા વર્ષ પહેલા જ્યારે સિલેક્શન કમિટીમાં દિલીપ વેંગસરકર, સંદીપ પાટીલ, મોહિન્દર અમરનાથ, કિરણ મોરે જેવા અનુભવી અને દિગ્ગજ પૂર્વ ખેલાડી ભારતીય ટીમ માટે પસંદગી કરતા હતા, તેમાં છેલ્લાં થોડા વર્ષોમાં ખૂબ ઓછા અનુભવી અથવા ભાગ્યે જ 2-3 ટેસ્ટ મેચ રમનારા પૂર્વ ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ નામ આ કામથી મોંઢૂ ફેરવવા લાગ્યા છે અને તેનુ સૌથી મોટુ કારણ મનાય છે સિલેક્ટરોને મળતો પગાર અને હરભજન સિંહ તેને પોતાના પગાર તરીકે જોવે છે. 

'કોચ જેવો મળે પગાર' 

અંગ્રેજી અખબારના એક કાર્યક્રમમાં સામેલ થયેલા દિગ્ગજ ઑફ સ્પિનરને ચીફ સિલેક્ટર બનવાને લઇને સવાલ પૂછવામાં આવ્યો તો હરભજને સ્પષ્ટ લહેકામાં કહ્યું કે ભવિષ્યમાં એવુ પણ થઇ શકે છે, પરંતુ તેના માટે પગાર સારો કરવો પડશે. હરભજને કહ્યું, જોઈએ છે, જો આગળ ચાલીને કોચ અને સિલેક્ટરને એકસરખુ વેતન મળે છે, તો કેમ નહીં? કોચને દર વખતે ટીમ સાથે રહેવાનુ હોય છે અને યોજનાઓ બનાવવાની હોય છે, પરંતુ ટીમ પસંદગી પણ એટલી જ મહત્વની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ