બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Australia 2023: Rohit-Kohli out, Ashwin-Sundar's entry, India's World Cup team might have something

India Squad / India vs Australia 2023: રોહિત-કોહલી આઉટ, અશ્વિન-સુંદરની એન્ટ્રી, કંઇક આવી હશે ભારતની વર્લ્ડકપ ટીમ

Megha

Last Updated: 09:08 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ રમવા જઈ રહી છે, BCCI એ પ્રથમ 2 મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી જેમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે

  • ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ રમશે 
  • BCCI એ પ્રથમ 2 મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી
  • રોહિત, કોહલી, હાર્દિક પંડયા જેવા ખેલાડીઓ આરામ આપવામાં આવ્યો 

એશિયા કપ 2023 માં વિજય નોંધાવ્યા પછી ભારતીય ટીમ હવે વર્લ્ડ કપ 2023 ની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝ ઘણી રોમાંચક બનશે, જેમાં ઘણા ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. હવે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરાયું છે. 

BCCI એ પ્રથમ 2 મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પ્રથમ 2 મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે જેમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં તેમના છેલ્લા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ચાર મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-2થી ગુમાવી હતી પણ ODI સીરિઝ 2-1થી જીતી હતી. ભારત 5 ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે 2023 વર્લ્ડ કપની યજમાની કરશે, તેથી આ સીરિઝ બંને ટીમને મદદરૂપ બનશે. 

રોહિત, કોહલી, હાર્દિક પંડયા જેવા ખેલાડીઓ આરામ આપવામાં આવ્યો 
3માંથી 2 વનડેમાં રોહિત, કોહલી, હાર્દિક પંડયા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને આરામ અપાયો છે જ્યારે ત્રીજીમાં આ બધા રમશે. દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વનડે ટીમમાં વાપસી થઈ છે. ભારત માટે રાહતની વાત એ છે કે, મીડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર આગામી શ્રેણીમાં રમશે. અય્યર એશિયા કપ 2023માં માત્ર બે મેચમાં મેદાનમાં ઉતરી શક્યો હતો. 

છેલ્લી અને ત્રીજી મેચ માટે 17 સભ્યોની ટીમ જાહેર કરી 
BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની પ્રથમ 2 મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જ્યારે છેલ્લી અને ત્રીજી મેચ માટે 17 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. પસંદગી સમિતિએ પ્રથમ બે મેચમાં કેપ્ટન રોહિત શર્માને આરામ આપ્યો છે અને તેની જગ્યાએ કેએલ રાહુલને કેપ્ટનશિપની કમાન સોંપવામાં આવી છે. જ્યારે જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ  કૃષ્ણા ટીમમાં પરત ફર્યા છે.

પ્રથમ બે વન-ડે માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

ત્રીજી મેચ માટે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

22 સપ્ટેમ્બરે મોહાલીમાં પ્રથમ વનડે 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. બીજી વનડે મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે. આ પછી છેલ્લી મેચ 27મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.આ સીરિઝ પૂરી થયા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે વન-ડે વર્લ્ડકપ 2023 રમશે જે 5 ઓક્ટોબરથી શરુ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ