ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India reaches number one in WTC test rankings Pakistan slips down

WTC test rankings / ટીમ ઈન્ડિયા માટે ખુશીનો ડબલ તડકો! WTC ટેસ્ટ રેંકિંગમાં નંબર એક પહોંચ્યું ભારત, પાકિસ્તાન ખસક્યુ નીચે

Published By: Mahadev Dave

Last Updated: 09:12 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપટાઉન ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ આવી છે.

ADVERTISEMENT

  • જીત બાદ ભારતીય ટીમની ખુશી બમણી થઈ
  • ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ટોપ યાદી
  • ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 54.16

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ સંપન્ન થયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી  આજે 1-1 સાથે સમાપ્ત થઈ છે. કેપટાઉન ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યા બાદ ભારતીય ટીમની ખુશી બમણી થઈ છે કેમ કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ટોપ યાદીમાં ટોચ પર પહોંચી ગઈ છે.

મેચ પહેલા ટીમ ઇન્ડિયા પોઈન્ટ ટેબલમાં 6 સ્થાન પર હતી

આજે બોલરોના તરખાતને લઈને ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે, આ જબરદસ્ત જીતના આધારે આશ્ચર્યજનક બાબત બની છે અને ટીમ ઇન્ડિયા હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે આ મેચ પહેલા ટીમ ઇન્ડિયા પોઈન્ટ ટેબલમાં 6 સ્થાન પર હતી, હવે ચાર મેચમાં બે જીત સાથે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાનની સાથે કુલ 26 પોઈન્ટ છે. જ્યારે તેના ખાતામાં એક હાર પણ છે, ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 54.16 છે જે હોવાથી આ અન્ય ટીમની સરખામણીએ સૌથી વધુ છે.

પાકિસ્તાનની જીતની ટકાવારી 45.83

આ જીતને લઈને પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. ભારતની જીતને પગલે  WTCના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન છઠ્ઠા સ્થાન પર પહોંચ્યું છે. ચાર મેચમાં પાકિસ્તાન બે જીત સાથે છઠ્ઠા સ્થાને છે, તેના નામે બે હાર હોવાથી પાકિસ્તાનની જીતની ટકાવારી 45.83 છે. નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બે જ ટીમોએ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. જે પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં છે. છેલ્લી બે ચેમ્પિયનશિપમાં ભારત ફાઇનલ સુધી જઈ રહ્યું છે. પરંતુ બંને વખત ફાઇનલમાં હારનો સામનો કરવાની નોબત આવે છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડ અને બીજી ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યા બાદ હવે ઈન્ડિયા પાસે સતત ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચવાનો અવસર પ્રાપ્ત થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

WTC WTC test rankings કેપટાઉન ટીમ ઇન્ડીયા ટેસ્ટમાં ઇન્ડીયાની જીત દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ WTC test rankings

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ