બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / India is developing anti drone system to prevent the supply of drugs through drone

BIG BREAKING / પાકિસ્તાની ડ્રોનની તસ્કરી રોકવા ભારતનો એક્શન પ્લાન તૈયાર, અધિકારીએ કહ્યું 'છ જ મહિનામાં'

Vaidehi

Last Updated: 09:15 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અધિકારીએ જણાવ્યું કે સીમાપારથી હથિયાર અને ડ્રગ્સની તસ્કરીનો ખતરો આવતાં 6 મહિનામાં સમાપ્ત થઈ જશે. એન્ટી ડ્રોન સિસ્ટમની મદદથી આ કામ પાર પાડવામાં આવશે.

  • પાકિસ્તાનની તમામ ચાલ નિષ્ફળ કરવા તૈયાર ભારત
  • ડ્રોન મારફતે ડ્રગ્સ અને હથિયારોનાં સપ્લાય પર હવે રોક
  • ભારત તૈયાર કરી રહ્યું છે એન્ટી ડ્રોન સિસ્ટમ

દેશની બોર્ડરવાળા વિસ્તારોમાં હંમેશા પાકિસ્તાન ડ્રોનની મદદથી ડ્રગ્સથી લઈને આતંકીઓ માટે હથિયારોનો સપ્લાય કરતો રહે છે. પાકિસ્તાન સીમાવર્તી એરિયામાં આતંકને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસ દશકાઓથી કરી રહ્યું છે. પંજાબ, રાજસ્થાન, જમ્મૂ-કાશ્મીરની સીમાઓવાલા વિસ્તારોમાંથી સુરક્ષાબળો દરરોજ આવા ડ્રોન્સને પકડે છે પણ હવે પાકિસ્તાનની ખેર નથી..! ભારતે આ માટે પૂરો પ્લાન તૈયાર કર્યો છે. ભારત આવનારા 6 મહિનાની અંદર પાકિસ્તાનનાં આ ડ્રોન્સને રોકવા માટે સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમ ઈંસ્ટોલ કરવાની તૈયારીમાં છે.

વાંચવા જેવું:નવા વર્ષે લોન્ચ થયેલું ઈસરોનું સ્પેસશટલ XPOSAT કયા રહસ્યો ખોલશે? જોયું કે સાંભળ્યું ન હોય તેવું કરશે

એન્ટી ડ્રોન ટેકનિક
મીડિયાનાં અહેવાલો અનુસાર સરકારનાં એક અધિકારીએ આ મુદે કહ્યું કે," એન્ટી ડ્રોન ટેકનિકની ટેસ્ટિંગ ચાલી રહી છે જેમાં ત્રણ વિકલ્પોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર પશ્ચિમી સીમા પર જે એન્ટી ડ્રોન પ્રણાલી લગાડવામાં આવશે એ આ ત્રણમાંની એક અથવા તો 2થી વધારે ટેક્નોલોજીનું સંયોજન હશે."

 મહિનાઓમાં સમાપ્ત થઈ જશે કામગીરી
અધિકારીએ જણાવ્યું કે," ડ્રોનનાં ઉપયોગથી સીમા પારથી હથિયારો અને ડ્રગ્સની તશકરીનો ખતરો આવતાં 6 મહિનાઓમાં સમાપ્ત થઈ જશે. નિશ્ચિત રૂપે ત્યાં સુધી એન્ટી ડ્રોન ટેકનોલોજીની વ્યવસ્થા થઈ જશે. તેમણે કહ્યું કે ટેસ્ટિંગ અંતિમ ચરણમાં છે. પંજાબ અને જમ્મુ -કાશ્મીરમાં ડ્રોન અથવા માનવરહિત એરક્રાફ્ટ (યુએવી)નો ઉપયોગ કરીને પાકિસ્તાનથી મોકલવામાં આવતા શસ્ત્રો, બોમ્બ અને માદક દ્રવ્યો ઘણા વર્ષોથી સુરક્ષા એજન્સીઓ માટે એક મોટી સમસ્યા રહ્યાં છે. સરકારે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં પંજાબમાં શસ્ત્રો અને ડ્રગ્સની સીમા પારથી દાણચોરી માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા 53 મામલા સામે આવ્યા છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ