Team VTV03:40 PM, 03 Dec 20
| Updated: 03:46 PM, 03 Dec 20
બ્રિટનમાં કોરોના વેક્સિન ફાઇઝરના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે અને આ આગામી અઠવાડિયાથી ઉપલબ્ધ થશે. આ વચ્ચે ભારતમાં પણ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં દેસી વેક્સિન મળવાની આશા છે.
ભારતમાં આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં મળી શકે છે કોરોના વેક્સિન
એઇમ્સ ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યું- ભારતીય રેગ્યુલેટર જલ્દીથી આપી શકે છે મંજૂરી
ગુલેરિયાએ કહ્યું કે, વેક્સિન સમગ્ર રીતે સેફ છે અને સેફ્ટીથી કોઇ સમાધાન નહીં કરવામાં આવે
એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, તેમને આશા છે કે, આ મહિનાના અંતથી લઇને આગામી મહિનાની શરૂઆતમાં કોવિડ-19 વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.
ભારતમાં આગામી મહિના સુધીમાં મળી જશે વેક્સિનની મંજૂરી!
ગુલેરિયાએ કહ્યું કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ સ્ટેજમાં છે. આશા છે કે, ભારતીય નિયામક આના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેશે. ત્યારબાદ આપણે લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેશે. તેમણે કહ્યું, અમારી પાસે આ વાતને સાબિત કરવા માટે વધુ ડેટા છે કે આ વેક્સિન સેફ છે. વેક્સિન સેફ્ટીથી કોઇ સમાધાન નહીં કરવામાં આવે.
જણાવી દઇએ કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ વેક્સિન પર ચેન્નઇના એક વાલંટિયર સાઇડ ઇફેક્ટનો આરોપ લગાવતા 5 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી. જોકે કંપનીએ આનો ઇનકાર કર્યો હતો.
ગુલેરિયાએ જણાવ્યું કે, 70-80 હજાર વાલંટિયર્સને આ વેક્સિન આપવામાં આવી છે અને કોઇપર આ વેક્સિનના ગંભીર પરિણામ જોવા નથી મળ્યા અને વેક્સિન સેફ છે.