બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / In Surat, 13-year-old daughter was raped through Instagram, police arrested 3 people

ક્રાઈમ / સુરત શર્મસાર: 13 વર્ષની દીકરીને ઇન્સ્ટાગ્રામ થકી ફસાવી દુષ્કર્મ આચર્યું, ફોટા પાડી વારંવાર ઇજ્જત લૂટી, 3 હેવાનોની ધરપકડ

Dinesh

Last Updated: 08:07 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : સુરતના ચોક બજાર વિસ્તારમાં ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા યુવક અને તેના મિત્રએ ધોરણ 8માં ભણતી સગીરા પર દુષ્કર્મ આચર્યું

  • સુરતમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ
  • ફરવા લઈ જવાના બહાને સગીરા પર આચર્યું દુષ્કર્મ
  • પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી


Surat Crime News : વર્તમાનના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં વધ્યો છે. જેમાં પણ ખાસ કરીને આજની યુવા પેઢીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અંજાણ વ્યક્તિને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી આપતા હોય છે અથવા તો તે ફ્રેન્ડ રિકવેસ્ટ જાણ્યા-મુક્યા વિના સ્વીકારી લેતા હોય છે. જે ક્યારેક ભારે પડી શકે છે અને આવું જ કંઈક સુરતમાં બન્યું છે. 

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી
સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલા મૂળ બોટાદની વતની છે. તેમને સંતાનમાં 13 વર્ષની દીકરી છે, જે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. સગીર વયની આ દીકરીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે અભય બોરડ નામના યુવક સાથે થયો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા કેળવાતા વોટ્સએપ દ્વારા ચેટ કરવામાં આવતી હતી. અભય બોરડ ફરવા લઈ જવાના બહાને સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો. જ્યાં વી.આર.મોલ નજીક આવેલ અવાવરું જગ્યાએ એક મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. 

સમગ્ર મામલો
પોલીસના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મકાનમાં લઈ ગયા બાદ અભય બોરડ દ્વારા પોતાના મિત્રને કોલ કરી ત્યાં બોલાવી લેવામાં આવ્યો હતો. જ્યાં તેના મિત્રએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું નહીં પરંતુ યુવકના ત્રીજા મિત્રે પણ સગીરા પાસે રૂપિયાની માંગણી કરી મોબાઇલમાં તેણીના બીભત્સ ફોટા હોવાની વાત કરી બ્લેકમેલ કરી હતી. જે બાદ ત્રીજા મિત્ર દ્વારા પણ સગીરા પર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સગીરા 19 સપ્ટેમ્બરના રોજ ઘરે મોડા પહોંચી હતી. 

પોલીસે ત્રણની ધરપકડ કરી
માતા- પિતાએ તે સગીરાની પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. માતાએ કરેલી પૂછપરછમાં સગીરા 10 માસ પહેલા ઈન્સ્ટાગ્રામના માધ્યમથી અભય બોરડના સંપર્કમાં આવી હતી. જ્યાં ફરવા લઈ જવાના બહાને બળજબરીપૂર્વક અભય બોરડ દ્વારા તેણીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની આ વાત સાંભળી માતાના પગ તળેથી જમીન સરકી પડી હતી. જે અંગે ચોક બજાર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી અભય બોરડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ