બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Gujarat, the heat broke a 7-year record in February itself

મોસમનો મિજાજ / ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકૉર્ડ; હજુ આ તારીખ પછી અસહ્ય ગરમી પડવાની આગાહી

Priyakant

Last Updated: 08:23 AM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વ થતાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવશે

  • રાજ્યમાં ગરમીમાં વધારો, ફેબ્રુઆરીમાં જ ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકૉર્ડ
  • 16 ફેબ્રુઆરી છેલ્લા 7 વર્ષમાં સૌથી ગરમ દિવસ
  • 40.3 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર
  • 20 ફેબ્રુઆરી સુધી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતા

રાજ્યમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના જ ગરમીએ છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઇકાલે એટલે કે 16 ફેબ્રુઆરીનો દિવસ છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો. ગઇકાલે અમદાવાદમાં ગરમીનો પારો 6.7 ડિગ્રીથી વધીને 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહત્વનું છે કે, 20 ફેબ્રુઆરી સુધી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. 

ગુજરાતમાં જાણે ઉનાળાનું આગમન થઈ ચૂક્યું હોય તેમ બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગઇકાલે ગુજરાતમાં ગરમીએ છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઇકાલે ડિસા, કંડલા એરપોર્ટ,  કેશોદ,  સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહત્વનું છે કે, આગામી દિવસોએ દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવાશે. 

સૌથી ગરમ શહેર કયું ? 
રાજ્યમાં ગઇકાલે પડેલી અંગ દઝાડતી ગરમી વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો 6.7 ડિગ્રીથી વધીને 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આ તરફ હવે  20 ફેબ્રુઆરી સુધી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. નોંધનીય છે કે, ગઇકાલે 40.3 ડિગ્રી સાથે ભુજ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. 

દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવાશે
રાજ્યમાં ગરમીમાં વધારો શરૂ થઈ ગયો છે. જેને લઈ ગરમીનો પારો સામાન્યથી 6.7 ડિગ્રી વધી 37ને પાર પહોંચ્યો છે. નોંધનીય છે કે, 20 ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વ થતાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવશે. 

હિટ સ્ટ્રોક અને લુથી બચવા માટે શું કરશો?
ઉનાળામાં ડીહાઈડ્રેશનને કારણે ઘણી બીમારીઓ થવા લાગે છે. બગડેલો ખોરાક અને સ્ટેપલ ફૂડ ખાવાથી પેટ ખરાબ થાય છે. જો તમે ઘરની બહાર જાવ તો આ વાતોનું ધ્યાન રાખો. આનાથી તમે ઉનાળામાં બીમાર પડવાથી બચી શકો છો.

  • લાંબા સમય સુધી તડકામાં ઘરની બહાર ન રહો. બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાનો પ્રયાસ કરો અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કને ટાળો.
  • જો તડકામાં બહાર જવું હોય તો ત્વચા પર સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કરો. ટોપી વગેરે પહેરવાનું અને શરીરને પણ ઢાંકવાનું રાખો. તીવ્ર સૂર્યપ્રકાશમાં ટેનિંગ અને સનબર્ન ટાળવા માટે છત્રી, ટોપી, ભીનો ટુવાલ અને ઠંડુ પાણી સાથે રાખો.
  • બહારનો ખોરાક ખાવાનું ટાળો. ખાસ કરીને ખુલ્લું અને તળેલું ખોરાક ન ખાવું જોઈએ. ખાદ્યપદાર્થોમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો અને હાથ ધોયા પછી જ ખોરાક ખાઓ.
  • વધુ ને વધુ પ્રવાહી પીવો. પુષ્કળ પાણી પીવો, લીંબુ પાણી પીવો. ધ્યાન રાખો કે તડકામાં ઠંડું કે બરફનું પાણી વધારે ન પીવો.
  • ઉનાળામાં તરબૂચ, તરબૂચ, કેરી, કાકડી, કાકડી જેવા મોસમી ફળ ખાવાનું રાખો. આ સિવાય છાશ, લસ્સી, કાચું આપ કા પૌંઆ, બાયલનું શરબત કે સત્તુનું શરબત પીવો. 

એસી વગેરેની આદત ન પાડી દો તો સારું રહેશે. નહીં તો વધાર ઉકળાટ અને બેચેની અનુભવાશે. તકમરિયાં વરિયાળી આ ઠંડા પદાર્થો છે જે ઉનાળામાં ખાતા કે પિતા રહેવાથી ફાયદો કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ