બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Bhuj, Kejrival gave 5 guarantees about the education sector, said children will be given free and good education

'રાજ'નીતિ / ભુજમાં કેજરીવાલે શિક્ષણક્ષેત્રને લઈ 5 ગેરંટી આપી, કહ્યું બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે

Vishnu

Last Updated: 06:51 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેજરીવાલે ભુજમાં સંબોધન કરતાં કહ્યું કે ગુજરાતમાં સરકારી સ્કૂલનો ખૂબ ખરાબ હાલતમાં છે દેશમાં પણ એજ સ્થિતિ છે. દિલ્હી , પંજાબમાં શિક્ષકોને વધારાનું કામ આપવાનું બંધ કરી દેવાયું છે.

  • અરવિંદ કેજરીવાલનો કચ્છ પ્રવાસ
  • ખેડુતો શિક્ષકો અને યુવાનો સાથે કર્યો સીધો સવાંદ
  • શિક્ષણને લગતી 5 ગેરંટી આપી

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ત્રણેય ભાજપ આપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણીલક્ષી જાહેરાતો કરવામાં રેસ લગાવી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ પક્ષ ખેડૂતોના દેવા માફીની વાત કરી રહ્યો છે તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસ ખેડી ગેરંટી પર ગેરંટી આપી રહ્યા છે.આજે કેજરીવાલનો જન્મદિવસ છે ત્યારે તેમણે કચ્છની મુલાકાત કરી હતી જ્યાં શિક્ષણ ક્ષેત્રને લગતી 5 ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં ખાસ કરીને બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે તે મોટી જાહેરાત હતી.

કેજરીવાલે શિક્ષણને લઈ  5 ગેરંટી આપી

  1. બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે.
  2. ગુજરાતમાં પણ દરેક શાળા શાનદાર બનાવવામાં આવશે
  3. પ્રવાસી શિક્ષકોને કાયમી કરીશું
  4. ફી વધારા માટે સરકારની મંજૂરી લેવી પડશે, ખાનગી સ્કૂલોની ઓડિટ કરાવિશુ, 
  5. શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય કોઈ કામમાં જોતરવામાં નહીં આવે

સાથે જ કેજરીવાલે વિદ્યાસહાયકના મુદ્દે પણ જાહેરાત કરતાં કહ્યું હતું કે  વિદ્યા સહાયકો આપ પાર્ટીનો પ્રચાર કરે જો આવનાર ત્રણ મહિના બાદ ગુજરાતમાં આપની સરકાર બની તો વિદ્યા સહાયકોની તમામ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. પૈસાના વાંકે બાળકોના શિક્ષણને કોઈ જ અડચણ નહીં આવે. ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોની ઓડિટ કરાવવાની બાંહેધરી આપી હતી.

પોલીસ ગ્રેડ પે પર સરકારે આપ્યું તો પણ લોલીપોપ આપ્યું: કેજરીવાલ
દિલ્હીના CM કેજરીવાલે કચ્છમાં યોજીલી સભામાં પોલીસ ગ્રેડ પેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને સરકાર પર વાર કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર બનશે તો પોલીસકર્મીઓને હું ગ્રેડ પે આપીશ, સાથે જ પોલીસકર્મીઓને વિનંતી કરી હતી કે ભથ્થા લઇ લે હું ગ્રેડ પે આપીશ. મેં માગનું સમર્થન કર્યું તો ગુજરાત સરકાર જાગી છે હાલ તો સરકારે લોલીપોપ આપ્યું છે.  પોલીસકર્મીઓને ગ્રેડ-પે નથી આપ્યો. પોલીસકર્મીઓના ભથ્થામાં થોડો વધારો કર્યો છે. પણ હું ગ્રેડ પે વધારીશ એ વાત નક્કી છે.

આ પહેલા કઈ કઈ ગેરંટી આપી હતી
10 ઓગસ્ટે કેજરીવાલે 5મી ગેરંટી આપતા કહ્યું હતું કે 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપીશું, કોલેજ જતી વિદ્યાર્થીઓ પાસે જવા માટેનું ભાડૂ નથી હોતું, જે મહિલા ઇચ્છે તેને 1 હજાર રૂપિયા આપીશું. આનાથી અર્થ વ્યવસ્થામાં મોટો ફેર પડશે, લોકોના હાથમાં પૈસા હશે તો ઇકોનોમીમાં વધારો થશે.મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલ 300 યુનિટ ફ્રી વીજળી, રોજગારીલક્ષી  જાહેરાત તેમજ આદિવાસીઓના હક્કોને લઈ જાહેરાત કરી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ