In 2022 these legendary artists said goodbye to the world lata mangeshkar bappi lahiri kk sidhu moosewala pandit birju maharaj
Year Ender 2022 /
2022માં આ દિગ્ગજ કલાકારોએ દુનિયાને કહી દીધુ અલવિદા, સંગીત જગતના આ સ્ટાર્સ હંમેશા રહેશે લોકોના દિલોમાં
Team VTV06:24 PM, 27 Dec 22
| Updated: 06:25 PM, 27 Dec 22
વર્ષ 2022માં સંગીતના અનેક સિતારાઓએ આ દુનિયાને અલવિદા કહ્યું. તેમાં લતા મંગેશકરથી લઈને પંડિત બિરજુ મહારાજ અને સિદ્ધુ મુસેવાલા વગેરેનો સમાવેશ થાય છે.
પુરૂ થવા જઈ રહ્યું છે વર્ષ 2022
2022માં આ સિંગરોએ દુનિયાને કહ્યું અલવિદા
ફેન્સના દિલો પર હંમેશા કરશે રાજ
વર્ષ 2022 હવે પુરૂ થવા જઈ રહ્યું છે.આવી સ્થિતિમાં આ વર્ષમાં દેશ અને દુનિયાએ ઘણી ઘટનાઓ જોઈ. તેમાં ભારતની સ્વર કોકિલા લતા મંગેશકર, નૃત્ય સમ્રાટ પંડિત બિરજુ મહારાજ, પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા સહિત ઘણા મોટા નામ સામેલ છે. આવો 2022માં આ દુનિયાને અલવિદા કહેનારા આવા સ્ટાર્સની સંપૂર્ણ યાદી જોઈએ.
લતા મંગેશકર
સ્વરા કોકિલા તરીકે જાણીતા લતા મંગેશકરને કોઈ પરિચયની જરૂર નથી. તેમનું અવસાન સંગીત જગત માટે મોટો આંચકો હતો. લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી, 2022 ના રોજ મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમને કારણે 92 વર્ષની વયે અવસાન થયું હતું. આ પહેલા તે કોવિડ 19 અને ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યા હતા.
બપ્પી લહેરી
'બપ્પી દા' એટલે કે બપ્પી લાહિરીએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ બંગાળી, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ઘણા ચાર્ટબસ્ટર ગીતો આપ્યા છે. 15 ફેબ્રુઆરી, 2022 ના રોજ 69 વર્ષની આયુમાં ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાથી મુંબઈમાં તેમનું નિધન થઈ ગયું.
સિદ્ધૂ મૂસેવાલા
પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની 29 મે, 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે તેની કારમાં હતો જ્યારે હુમલાખોરોએ તેને રોક્યો અને તેના પર 30 થી વધુ ગોળીઓ ચલાવી.
કેકે
KK (Krishnakumar Kunnath) ભારતના પ્રખ્યાત પ્લેબેક સિંગર હતા, જેમને 31 મે, 2022 ના રોજ દક્ષિણ કોલકાતાના નઝરુલ મંચ ઓડિટોરિયમમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં લઈ જતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પંડિત બિરજૂ મહારાજ
પંડિત બિરજુ મહારાજ લખનૌના 'કાલકા-બિન્દાદિન' ઘરાનાના પ્રખ્યાત કથક નૃર્તક, સંગીતકાર અને ગાયક હતા. તેઓ 83 વર્ષના હતા જ્યારે તેમની તબિયત અચાનક બગડી અને 17 જાન્યુઆરી, 2022ના રોજ તેમનું અવસાન થયું.