બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / IMD Weather Forecast Of Rain 6th october

વાદળ બંધાયા / ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી: આ રાજ્યોમાં પડશે ધમધોકાર વરસાદ, IMD જાહેર કર્યું હવામાનનું લેટેસ્ટ અપડેટ

Arohi

Last Updated: 10:30 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Forecast 6th October: દેશમાં મોનસૂનની વિદાય થવા જઈ રહી છે. તેમ છતાં આજે ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • આ જગ્યા પર હજુ પડશે વરસાદ 
  • ચોમાસાએ નથી લીધી હજુ વિદાય
  • વિદાય પહેલા વરસતો જશે વરસાદ 

દેશના મોટાભાગના ભાગોમાં મોનસૂનની ઔપચારિક રીતે વિદાય થઈ ગઈ છે પરંતુ ઘણા રાજ્યોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે બંગાળના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. 

હવામાન વિભાગ અનુસાર ઓછા દબાણ વાળા ક્ષેત્રોના કારણે પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી જિલ્લામાં આજે ભારતે વરસાદ થઈ શકે છે. તેની સાથે જ દાર્જિલિંગ, કોલિમ્પોંગ, જલપાઈગુડી, કૂચ બિહાર અને અલીપુરદ્વાર જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. 

આ રાજ્યોમાં થઈ મોનસૂનની વાપસી 
ત્યાં જ એક પ્રાઈવેટ હવામાન વેબસાઈટ અનુસાર ગુલમર્ગ, ધર્મશાળા, મુક્તેશ્વર, પીલીભીત ઔરાઈ, અશોક નગર, ઈંદોર, વડોદરા અને પોરબંદરથી થઈને દક્ષિણ-પશ્ચિમ મોનસૂન પરત આવી રહ્યું છે. 

આવનાર 2 દિવસની અંદર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્ય, પૂર્વી ઉત્તર પ્રદેશના અમુક ભાગો, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની વાપસી થઈ શકે છે.

પાછલા 24 કલાકમાં આવું રહ્યું વાતાવરણ
દેશમાં પાછલા 24 કલાકમાં હવામાનની વાત કરવામાં આવે તો સિક્કિમ, અસમ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર બિહારમાં હલકાથી મધ્યમ વરસાદની સાથે અમુક સ્થાનો પર ભારે વરસાદ પડ્યો. 

ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો, ઉત્તરી ઓડિશાના આંતરિક ભાગો, તમિલનાડુ, દક્ષિણી આંતરિક કર્ણાટક અને લક્ષ્યદ્વીપના અમુક ભાગો, બિહાર, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તર ભારત અને ઝારખંડના અમુક ભાગોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. 

જાણો આજના હવામાનનો હાલ
સ્કાઈમેટ અનુસાર આજે ઝારખંડ, ઉત્તરી છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 

સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, દક્ષિણ કેરળ અને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં અમુક સ્થાનો પર ભારે વરસાદ થવાની સંભાવના છે. આજે આસામ અને મેઘાલયમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરી ઓડિશા, ઝારખંડ, બિહાર, ગોઆ અને લક્ષ્યદ્વીપમાં પણ હલ્કાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ