બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / If you have a plan to visit, know if there is a ban on vehicles at Gujarati's best place for a picnic

જાહેરનામું / પિકનિક માટે ગુજરાતીઓની બેસ્ટ જગ્યા પર વાહનો પર પ્રતિબંધ, ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો

Vishal Khamar

Last Updated: 08:07 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ ખાતે ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એક માસ સુધી મોટા વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક પ્રદૂષણને ટાળવા નિર્ણય લેવામાં આવ્યો છે.

  • સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ ખાતે ભારે વાહનો પર પ્રતિબંધ
  • ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર લગાવ્યો પ્રતિબંધ
  • એક માસ સુધી મોટા વાહનો પર પ્રતિબંધ લગાવ્યો
  • સ્થાનિક પ્રદૂષણને ટાળવા લેવાયો મહત્વ પૂર્ણ નિર્ણય

 સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ ખાતે તેના કુદરતી સૌદર્યને  લઇ અનેક લોકો આ કુદરતી સૌદર્યને નીહાળવા તેમજ માણવા અહીં આવતા હોય છે. પ્રવાસ માટે  આવતા લોકો પોતાની સાથે પ્લાસ્ટીકથી બેગ તેમજ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જેને લીધે કુદરતના ખોળે પ્રદૂષણ જેવી આપત્તિ ઉભી થાય છે આગામી એક માસ સુધી મોટા વાહનો પર લગાવાયો પ્રતિબંધ લગાવ્યો છે  આગામી સમયમાં સૌથી વધુ પ્રવાસીઓ ઉમટશે પોલો ફોરેસ્ટમાં જેમાં  સ્થાનિક પ્રદૂષણને ટાળવા  નિર્ણય લેવાયો છે.

પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ
આથી પોળો જંગલ ખાતેના શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવવા માટે  જિલ્લા સમાહર્તા  હિતેષ કોયા દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ જાહેરનામું તા. ૨૯/૪/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા કલમ ૧૮૮ હેઠળ દંડને પાત્ર થશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ