બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / icc world cup 2019 semi final qualification india can be face pakistan in semi final

WC 2019 / તો સેમીફાઇનલમાં IND vs PAKનો ફરી થઈ શકે છે સામનો, આ છે સમીકરણ

vtvAdmin

Last Updated: 10:59 PM, 1 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇસીસી વર્લ્ડ કપ 2019 હવે રોમાંચક બની રહ્યો છે. ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી હારથી અંતિમ 4 માં પહોંચનારી ટીમોનું ગણિત બદલાઇ શકે છે. વર્લ્ડ કપના 38મી મેચમાં ભારતની હાર અને ઇંગ્લેન્ડની જીતથી પોઇન્ટ ટેબલમાં ઘણા સમીકરણ બનતા નજરે પડી રહ્યા છે. એક ગણિત એવું પણ બની રહ્યું છે, જેમા ભારત-પાકિસ્તાન સેમીફાઇનલમાં આમને-સામને આવી શકે છે.

કેવી રીતે થઇ શકે ભારત-પાક.માં સેમીફાઇનલ

આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ નોક આઉટ માટે પહેલા જ ક્વોલિફાઇ કરી લીધું છે. બીજી નંબરે ઇન્ડિયાને સેમીફાઇનલમાં પહોંચવા માટે એક જીતની જરુર છે. તેનો સામનો શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે છે. જ્યારે પાકિસ્તાનને 4 નંબરે સ્થાન ત્યારે મળશે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ન્યુઝલેન્ડને હરાવી દેશે. એવું થાય છે તો ઇંગ્લેન્ડ 12 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે પહોંચી જશે. 

જો પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશને હરાવે છે તો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનના પોઇન્ટ્સ (11-11) બરાબર થઇ જશે. પરંતુ અહીંથી પાકિસ્તાનને સેમીફાઇનલમાં પહોંચવા માટે માત્ર એક જીત નહીં, પરંતુ મોટા અંતરેથી જીત હાંસલ કરવી પડશે. ત્યારે જ માઇનસમાં ચાલી રહેલ રન રેટ પ્લસમાં પહોંચશે અને ન્યુઝીલેન્ડના રન રેટને પાર કરી શકશે. પાકિસ્તાન એમ કરવામાં સફળ થાય છે તો, ન્યુઝીલેન્ડ 11 પોઇન્ટ હોવા છતા ટોપ 4માંથી બહાર થઇ જશે અને પાકિસ્તાનનું સેમીફાઇનલ રમવાનું સપનું પુરુ થશે.

સેમીફાઇનલમાં પહેલા સ્થાને રહેનાર ટીમનો સામનો ચોથા નંબરે રહેનારી ટીમ સાથે થશે, જ્યારે બીજા સ્થાને રહેનારી ટીમનો સામનો ત્રીજા નંબરે રહેનાર ટીમ સાથે થશે. જો 38 મેચ બાદ ટોચ પર રહેનાર ઓસ્ટ્રેલિયા જો પોતાનો અંતિમ મેચ દ.આફ્રીકા સામે હારી જાય છે તો ટીમ ઇન્ડિયા પોતાની બાકી બચેલી બંને મેચ જીતી જાય છે તો ટોપ પર આવી જશે. સાથે જ પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવી સેમીફાઇનલમાં પહોંચે છે તો તેનો સામનો પહેલા સ્થાને પહોંચનારી ટીમ સાથે થઇ શકે છે. 

ઇંગ્લેન્ટ-ન્યુઝીલેન્ડમાં ફસાઇ શકે પેચ

આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની સફર સારી રહી છે. ન્યુઝીલેન્ડે સેમીફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લેન્ડને હરાવી પડશે. પોઇન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડના 11 પોઇન્ટ્સ છે. જો તે મેચ હારી જાય છે તો ઇંગ્લેન્ડના 12 પોઇન્ટ્સ થઇ જશે અને તે ત્રીજા સ્થાને પહોંચી જશે. એવામાં ન્યુઝીલેન્ડને પાકિસ્તાનની હાર જ આગળ વધારી શકે છે. કેમકે પાકિસ્તાનના જીત સાથે 11 પોઇન્ટ્સ થઇ જશે, બાદમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રન રેટની લડાઇ જોવા મળશે. બાદમાં જે જીતશે તે સેમીફાઇનલની ટિકિટ મેળવશે. 

આ ટીમ થઇ બહાર

આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન, વેસ્ટઇન્ડીઝ, સાઉથ આફ્રીકા અને શ્રીલંકાના અભિયાનનો અંત થઇ ચૂક્યો છે. બાંગ્લાદેશની આગળની લડાઇ ખુબજ કઠિન છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેણે પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા છે. તેની બાકી બે મેચમાં તેનો સામનો પાકિસ્તાન અને ભારત સામે થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ