બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ICAR 12th Biennial National Center for Agricultural Science at Solan, Himachal Pradesh

હિમાચલ પ્રદેશ / હવે પ્રાકૃતિક કૃષિથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે અને ખેડૂતોની સમૃદ્ધિ માટે વૈજ્ઞાનિકો આગળ આવે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Kishor

Last Updated: 08:59 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા હિમાચલ પ્રદેશના સોલન ખાતે 12મું દ્વિ-વાર્ષિક રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલન યોજાયું હતું.

 

  • રાજ્યપાલ દ્વારા વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ અંગે અપાયું માર્ગદર્શન
  • હિમાચલ પ્રદેશ ખાતે 12માં દ્વિ-વાર્ષિક રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલનનું ઉદ્ઘાટન
  • જળ-જમીન અને પર્યાવરણ દુષિત થઈ રહ્યા છે: રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના સોલન ખાતે 12માં દ્વિ-વાર્ષિક રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી. ડૉ. વાય એસ. પરમાર હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો-KVKનાં વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં રાજ્યપાલએ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું હતું કે, 60ના દશકમાં ખાદ્યાન્ન ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવા ક્ષેત્રે કૃષિ વૈજ્ઞાનિકોનું પ્રદાન મહત્વપૂર્ણ રહ્યુ હતું. હવે પ્રાકૃતિક કૃષિથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે, ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે વૈજ્ઞાનિકો સંકલ્પબદ્ધ બને તે જરૂરી છે. 

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા હિસ્સો
રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની અપૂર્તિ માટે રાસાયણિક કૃષિ દ્વારા હરિત ક્રાંતિએ સમયની માંગ હતી. હવે આખું વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી ત્રસ્ત છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા હિસ્સો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જળ-જમીન અને પર્યાવરણ દુષિત થઈ રહ્યા છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, દુષિત ઉત્પાદનો આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે, ત્યારે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. રાજ્યપાલએ વૈજ્ઞાનિકોને પરિવર્તનના પ્રહરી ગણાવી જણાવ્યુ હતું કે, વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો-કૌશલ્યની મદદથી વર્તમાન પડકારોનો ઉકેલ મેળવી પ્રાકૃતિક કૃષિની મદદથી આપત્તિને અવસરમાં પરિવર્તિત કરે અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક તથ્યોથી માહિતગાર કરી દેશભરમાં ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ બને. 

ગુજરાતમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજ આંધ્ર પ્રદેશમાં 6 લાખ ખેડૂતો, ગુજરાતમાં બે લાખ ખેડૂતો અને હિમાચલ પ્રદેશમાં 1.70 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે, જે આ કૃષિ પદ્ધતિની સફળતા દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા સંકલ્પબદ્ધ છે. દેશભરના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે પ્રધાનમંત્રીએ આહ્વાન કર્યું છે,આ પ્રસંગે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના બીજામૃત,જીવામૃત-ઘન જીવામૃત, મલ્ચીંગ, વાપ્સા અને મિશ્ર પાક જેવા મહત્વના સિદ્ધાંતોની વિગતવાર સમજ આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. એટલું જ નહીં ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત-ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે, આ એક પ્રકારનું કલ્ચર છે જે જમીનમાં સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ કરે છે અને જમીનનાં ઓર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો કરે છે, જેથી જમીન ફળદ્રુપ બને છે.

જમીન અને માનવીના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ આશીર્વાદરૂપ: જયરામ ઠાકુર
રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાવી ઉમેર્યું હતું કે, હવે લોકો ફેમિલી ડૉક્ટરની સાથે ફેમિલી ફાર્મરની આવશ્યકતા સમજી રહ્યા છે. રાજ્યપાલએ આ પ્રસંગે કૃષિ પ્રદર્શનને પણ ખુલ્લુ મૂક્યું હતું. આ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના ઉપયોગથી ઉત્પાદન વધે તે હવે શક્ય નથી. જમીન બંજર બની રહી છે, ત્યારે જમીન અને માનવીના સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાકૃતિક કૃષિ આશીર્વાદરૂપ છે, તેમણે કૃષિ ક્ષેત્રે ટેક્નોલૉજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ