બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Husbund and wife suicide video viral Valsad

વલસાડ / 'મારે જીવવું તો ઘણું હતું પણ...'માલવણ ગામે આપઘાત પહેલાનો મૃતક પ્રફુલ પટેલનો વીડિયો થયો વાયરલ

Hiren

Last Updated: 01:01 AM, 8 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના માલવણ ગામે રવિવારે એક દંપતીએ ઘરકંકાસના કારણે આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે આપઘાત કરનાર મૃતક પ્રફુલ પટેલનો વીડિયો સામે આવ્યો છે.

  • વલસાડના માલવણ ગામે દંપતિનો આપઘાત
  • ઘરકંકાસમાં પતિ-પત્નીએ ભર્યુ અંતિમ પગલુ
  • આપઘાત કરનાર મૃતક પ્રફુલ પટેલનો વીડિયો સામે આવ્યો

વલસાડ જિલ્લાના માલવણ ગામમાં આજે પતિ-પત્નીએ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. વલસાડના ડુંગરીના માલવણ ગામમાં આજે ઘર કંકાસને લઈ અને એક દંપતિએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ અને જીવનનો અંત આણ્યો હતો. જોકે હવે આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. મરતા પહેલા મૃતક પ્રફુલ પટેલે એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં પોતે તેના સાસુના ત્રાસથી આપઘાત કરી રહ્યો છે, તેઓ એક અંતિમ સંદેશ પણ આપ્યો છે. વીડિયોમાં પ્રફુલ કહે છે કે, 'મારે જીવવું તો ઘણું હતું પણ...પત્ની અને સાસું સામે હારી ગયો.'

તેના અંતિમ સંદેશોમાં શું કહ્યું પતિ પ્રફુલ પટેલે?

પ્રફુલે વીડિયોમાં જણાવ્યું હતું કે, મારે જીવવું તો ઘણું હતું પણ...પત્ની અને સાસું સામે હારી ગયો. સાસુ અને તેની પત્ની રૂપિયાની જ માગણી કરતા હતા. રૂપિયા ન આપે તો ખોટા કેસો કરવાની ધમકી પણ આપતા હતા. પત્નીએ એક વખત ખોટો કેસ કરી જેલમાં પણ બેસાડયો હતો. છેલ્લે આ જ રસ્તો બચ્યો. એ માટે માત્રને માત્ર મારા સાસુ જવાબદાર હતા. ઘર જમાઇ જ રાખવો હતો તો એ રીતે લગ્ન કરી લેતા તો સારુ રહેત, મારી જીંદગી બચી જાત. નહીં મેડ પડે એટલે હવે મરી જ જવાનો.

આ અંતિમ મેસેજમાં તેઓ જણાવી રહ્યા છે કે નાની અમથી વાતમાં તેની સાસુ અને તેની પત્ની તેને પરેશાન કરતા હતા. તેના પર ખોટો કેસ પણ કરીને જેલમાં મોકલ્યો હતો. આપઘાતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બનાવને પગલે ડુંગરી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારમાં પત્ની પરિવારથી અલગ રહેવા માંગતી હતી!

પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ પતિ પ્રફુલ પટેલ અને પત્ની પ્રિયંકા પટેલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર ઝઘડો થતો રહેતો હતો. દંપતીના આપઘાતનું કારણ ઘર કંકાસ હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારમાં પત્ની પરિવારથી અલગ રહેવા માંગતી હતી. આ અલગ જ રહેવાની બાબતે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 

પતિ એક કંપનીમાં કામ કરતો હતો અને આજે રજા હોવાથી બંને ઘરે હતા. તે સમયે જ ફરી એક વખત ઘરમાં ઝઘડો થતાં પત્નીએ ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પતિએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. 

આમ વલસાડ જિલ્લાના માલવણ ગામમાં ઘર કંકાસે એક દંપતીનો ભોગ લીધો છે. આ બનાવને કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.  આમ ફરી એક વખત વલસાડ જિલ્લામાં ઘર કંકાસને કારણે એક પરિવારનો માળો વિખેરાયો હતો. પોલીસે આ મામલે જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ