બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Politics / How is report card prepared for ticket distribution in elections?

Lok Sabha Election 2024 / ચૂંટણીમાં ટિકિટ વિતરણ માટે કેવી રીતે તૈયાર કરાય છે રિપોર્ટ કાર્ડ? શું તમે જાણો છો? 7 પોઇન્ટમાં સમજો ફોર્મ્યુલા

Priyakant

Last Updated: 09:02 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : બેઠકમાં મોડી રાત્રે લગભગ ચાર કલાક સુધી 17 રાજ્યોની લોકસભા સીટો પર ચર્ચા, ઉમેદવારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 7 મુદ્દાની ફોર્મ્યુલા

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર કોને બનાવવા તે નિર્ણય લેવા માટે ગુરુવારે દિલ્હીમાં BJP મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોડી રાત્રે લગભગ ચાર કલાક સુધી 17 રાજ્યોની લોકસભા સીટો પર ચર્ચા થઈ હતી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જોકે એક વાત એવી પણ છે કે, આ બેઠકમાં NDAના સહયોગીઓ સાથે સીટ શેરિંગ પર પણ ચર્ચા થઈ હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાંથી શું બહાર આવ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, ભાજપની પ્રથમ યાદી એક-બે દિવસમાં આવી શકે છે.

તો શું દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાશે ? 
આ વખતે ભાજપ નવા દેખાવ સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવાના મૂડમાં છે. મોટાભાગના સાંસદો અને મંત્રીઓની ટિકિટ કપાઈ શકે છે. પરંતુ આવી અટકળો શા માટે ? આ ચાર સમાચાર તેની પુષ્ટિ કરે છે. પહેલા સમાચાર એ છે કે, આ વખતે 60 થી 70 સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. બીજા સમાચાર એ છે કે, યુપી-બિહાર સહિત ઘણા રાજ્યોમાંથી આવતા કેટલાક મંત્રીઓની ટિકિટ પણ કાપવામાં આવી શકે છે. ત્રીજા સમાચાર એ છે કે, 3 માર્ચે કેબિનેટની છેલ્લી બેઠક બાદ મંત્રીઓની ટિકિટ કાપવાના સમાચાર આવી શકે છે. ચોથો સમાચાર એ છે કે, સતત બે વખત જીતેલા વૃદ્ધ સાંસદોને હટાવીને નવા ચહેરાઓને ઉમેદવાર બનાવી શકાય છે.

2019ની ફોર્મ્યુલા પર ચાલશે PM મોદી 
નોંધનીય છે કે, 2019માં પણ PM મોદી પાસે ટિકિટ વહેંચણી માટે સમાન ફોર્મ્યુલા હતી. 2019માં 99 સાંસદો એવા હતા જેઓ સતત બે વાર જીત્યા હતા. 2019માં આ 99 સાંસદોમાંથી 44ની ટિકિટ કાપવામાં આવી હતી. આજે એટલે કે 2024માં ભાજપના આવા 149 સાંસદો છે, જેઓ સતત બે વખત ચૂંટણી જીતી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ 149માંથી 60થી 70 સાંસદોની ટિકિટ કપાઈ શકે છે.

મોદીની 7 મુદ્દાની ફોર્મ્યુલા
એવું નથી કે ભાજપ આ સાંસદોની ટીકીટ આમ જ કાપે છે કે કરશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 7 મુદ્દાની ફોર્મ્યુલા છે.

  • નમો એપ પર લોકો પાસેથી પ્રતિસાદ લેવામાં આવ્યો હતો.
  • જનતાને પોતપોતાના વિસ્તારના ભાજપના ત્રણ સૌથી લોકપ્રિય નેતાઓના નામ પૂછવામાં આવ્યા હતા.
  • છેલ્લા બે વર્ષથી ભાજપના સાંસદો પાસેથી તેમના કામ અંગે સતત અહેવાલો માંગવામાં આવ્યા હતા.
  • સર્વે એજન્સીઓ પાસેથી દરેક સંસદીય મતવિસ્તારના અહેવાલો લેવામાં આવ્યા હતા.
  • ભાજપ શાસિત રાજ્યોમાં, દરેક સંસદીય ક્ષેત્રમાં મંત્રીઓને ફરજ પર મૂકવામાં આવ્યા હતા અને પછી તેમની પાસેથી રિપોર્ટ લેવામાં આવ્યા હતા.
  • રાજ્યની ચૂંટણી સમિતિ પાસેથી રિપોર્ટ માંગ્યો.
  • રાજ્ય સંગઠન અને આરએસએસ પાસેથી ગ્રાઉન્ડ ફીડબેક લેવામાં આવ્યો હતો.

વધુ વાંચો: ભાજપના પ્રથમ લિસ્ટમાં હોઇ શકે છે 120 ઉમેદવારો, અનેક દિગ્ગજોના કપાઇ શકે છે પત્તાં

પ્રથમ યાદી ચોંકાવનારી હશે ? 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકસભા ચૂંટણીમાં NDAને 400થી વધુ બેઠકો અને ભાજપને 370થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.  PM મોદી પોતે તેની જવાબદારી સંભાળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભાજપની પ્રથમ યાદી ચોંકાવનારી હશે. અનેક સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. જેઓ મોટા થઈ ગયા છે તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. એટલું જ નહીં બે કે તેથી વધુ વખત ચૂંટણી જીતનારાઓને પણ આ વખતે બહાર ફેંકવામાં આવી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ