બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Horrific accident near Mewasa village in Bhavnagar, 6 dead

SHORT & SIMPLE / ભાવનગરના વલભીપુરના મેવાસા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક પલટી મારતા શ્રમિકો દટાયા, 7ના મોત

Malay

Last Updated: 03:37 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

 

  • ભાવનગરમાં ટ્રકનો અકસ્માત
  • અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ
  • ટ્રકમાં 12થી 14 શ્રમિકો સવાર હતા


ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મેવાસા ગામ નજીક કડબ ભરેલો ટ્રક પલટી મારી જતાં અનેક લોકો ટ્રક નીચે દટાયા છે. ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. 

સ્થાનિકોએ કરી પોલીસને જાણ
વલભીપુરના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો. આ ટ્રક નીચે 12થી 14 લોકો દટાયા હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આ અંગે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી. 

અકસ્માત સમયે 12થી 14 શ્રમિકો હતા ટ્રકમાં સવાર
પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રક નીચે દબાઈ જતાં 7 લોકોના મોત થયાં છે. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે આ ટ્રકમાં 12થી 14 શ્રમિકો સવાર હતા. હાલ 108 સહિત પોલસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ