Home Minister Amit Shah inaugurates Sola-Gota Bridge on SG Highway
ઉદ્ઘાટન /
SG હાઈવે પર સોલા-ગોતા બ્રિજનું ગૃહમંત્રી શાહે કર્યું ઉદ્ઘાટન, ગાંધીનગર જતાં લોકોને ટ્રાફિકથી છૂટકારો
Team VTV10:05 AM, 01 Nov 21
| Updated: 10:17 AM, 01 Nov 21
ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સ.જી. હાઈ-વે પર વધુ એક બ્રિજ લોકાપર્ણ કરવામાં આવ્યું, હવે ગાંધીનગર જતાં લોકોને ટ્રાફિકથી છૂટકારો
એસ.જી. હાઈ-વે પર ટ્રાફિક હળવો થશે
અમદાવાદને મળી વધુ એક બ્રિજની ભેટ
ગાંધીનગર ટ્રાવેલ કરતા લોકોને મોટો ફાયદો
ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સ.જી. હાઈ-વે પર વધુ એક બ્રિજ લોકાપર્ણ કરવામાં આવ્યું, તેમના દ્વારા આજે ગોતા-સોલા ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો, આ પ્રસંગે મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ રોડ ભાવવત ક્રોસ રોડ અને હાઈકોર્ટથી સોલા બ્રિજને જોડાતો હોવાથી નાગરિકોને ફાયદો થશે. તેમજ નવા બ્રિજથી એસ.જી. હાઈ-વે પર ટ્રાફિક હળવું થશે એટલે કે અમદાવાદથી ગાંધીનગર જવામાં જે 1 કલાકનો સમય લાગતો હતો તેમાં 15 મિનિટથી 20 મિનીટ જેટલો ઘટાડો થશે..
એસ.જી. હાઈ-વે પર ટ્રાફિક હળવો થશે
અમદાવાદીઓને હવે દિવાળીના પહેલા સરકાર દ્વારા મોટી ભેટ મળશે. જે ભેટને કારણે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળી રહેશે. એસ જી હાઈવે પર એલિવેટેડ કોરિડોર તૈયાર થતા તેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે ખુલ્લો મુકાયો છે. જેથી હવે અમદાવાદના એસજી હાઈ વે પર ટ્રાફિકની સમસ્યા ઓછી જોવા મળશે. જેથી લોકોને મોટી રાહત મળી રહેશે.
ગાંધીનગર ટ્રાવેલ કરતા લોકોને મોટો ફાયદો
ખાસ કરીને જે લોકો અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કરતા હોય છે. તે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી રહેશે. એસજી હાઈવને પર હવે મોટા ભાગના ટ્રાફિક રૂટ પર બ્રીજ બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે શહેરીજનોને મોટી રાહત મળી છે. તેમા પણ હવે તો નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો જેથી રસ્તો વધું સરળ બન્યો છે.
સોલાથી લઈ ગોતા સુધીનો અંડરબ્રિજ તૈયાર
એસજી હાઈવે પર સોલાથી લઈને ગોતા સુધીનો આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ બ્રીજ અત્યાર સુધીનો સૌથી લાંબો ઓવરબ્રીજ છે. આ ઓવરબ્રિજને કારણે જે લોકોને ગાંધીનગર જવું હશે તે લોકોની અંદાજે 15 મીનીટ બચી જશે. જેથી અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કરનારાને સૌથી મોટો ફાયદો થશે.
હોસ્પિટલ જતા ઈમરજન્સી વાહનોને થશે ઘણો ફાયદો
ઉલ્લેખનીય છે કે આ બ્રીજને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં આવતા ઈમરજન્સી વાહનોને પણ ઘણો ફાયદો થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્ત આજે આ બ્રિજનું ઉદ્ધાંટન કરવામાં આવ્યું છે. મહત્વનું છે અગાઉ પણ એસજી હાઈવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પર બ્રિજનું અમિત શાહના હસ્તે જ ઉદ્ધાંટન કરવામાં આવ્યું હતું,