બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / holi 2022 why bhang is consumed on the day of holi know religious significance

Holi 2022 / હોળીના દિવસે કેમ કરવામાં આવે છે ભાંગનું સેવન? જાણો તેનું ધાર્મિક મહત્વ

Arohi

Last Updated: 07:16 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં ભાંગને ભગવાન શિવ સાથે જોડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હોળીના દિવસે તેનું સેવન શા માટે કરવામાં આવે છે. આવો જાણીએ તેનું ધાર્મિક મહત્વ.

  • જાણો કેમ કરવામાં આવે છે ભાંગનું સેવન 
  • તેના પાછળ છે ધાર્મિક મહત્વ 
  • જાણો તેના વિશે વિગતે 

હોળીનો શુભ તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 18 માર્ચે ઉજવવામાં આવશે. બીજી તરફ હોળીનો તહેવાર ભાંગ વગર અધૂરો ગણાય છે. આ દરમિયાન ભાંગનું પણ સેવન કરવામાં આવે છે. લોકો આ દિવસે અલગ અલગ રીતે  ભાંગ આરોગે છે. આમાં ભાંગની લસ્સી, ભાંગના ભજીયા, ભાંગની થંડાઈ અને ભાંગના ગુજિયાનો સમાવેશ થાય છે.

ભાંગનું ધાર્મિક મહત્વ
એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને શિવે ગળામાં ઉતરવા દીધું ન હતું. આ ઝેર ખૂબ જ ગરમ હતું. આ કારણે શિવને ગરમી લાગવા લાગી. શિવ કૈલાસ પર્વત પર ગયા. ઝેરની ગરમી ઓછી કરવા માટે શિવે ભાંગનું સેવન કર્યું. ભાંગને ઠંડક આપનાર માનવામાં આવે છે. ત્યારથી ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે.

ભગવાન શિવની પૂજા દરમિયાન પણ ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભાંગ વિના શિવની પૂજા અધૂરી છે. કહેવાય છે કે શિવ પૂજામાં ભાંગ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ધતુરા અને બીલીના પાન પણ ગાંજાની સાથે અર્પિત કરવામાં આવે છે.

હોળીના દિવસે કેમ કરવામાં આવે છે ભાંગનું સેવન?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળીના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ મિત્રતાના પ્રતીક તરીકે ભાંગનું સેવન કરે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદને મારવાનો પ્રયાસ કરનાર હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું.

પરંતુ હિરણ્યકશિપુને માર્યા બાદ તે ગુસ્સે ભરાયા હતા. તેને શાંત કરવા માટે ભગવાન શિવે શરભનો અવતાર લીધો. હોળીના દિવસે ભાંગના સેવનનું આ પણ એક કારણ માનવામાં આવે છે. તેનું પ્રસાદ તરીકે સેવન કરવામાં આવે છે. આ સિવાય બીજી ઘણી કથાઓ પણ લોકપ્રિય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ