બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / himmatnagar 8000 lamps made replicas of Rama, Saraswati, conch and swastika

ધન્યતા / 8000 દીવડાઓથી રામ, સરસ્વતી, શંખ અને સ્વસ્તિકની પ્રતિકૃતિ બનાવી, હિંમતનગરની ગ્લોરિયસ સ્કૂલમાં દિવાળીની વિશેષ ઉજવણી

Kishor

Last Updated: 06:50 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના હિંમતનગરમાં રામ,સરસ્વતી દેવી,શંખ અને સ્વસ્તિકની પ્રતિકૃતિરૂપે 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની વિશેષ ઉજવણી કરાઈ હતી.

  • સાબરકાંઠાના હિંમતનગરમાં 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની વિશેષ ઉજવણી
  • રામ,સરસ્વતી દેવી,શંખ અને સ્વસ્તિકની પ્રતિકૃતિ દિવડા થકી દેખાઈ
  • ખાનગી સ્કુલના મેદાનમાં વાલીઓ,શિક્ષકો અને વિધાર્થીઓએ કરી ઉજવણી

ગુજરાત સહિત દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ દિવાળીની તૈયારામાં વ્યસ્ત બની ગયું છે... લોકો અત્યારે અલગ અલગ રીતે પોતાના ઘરને શણગારી રહ્યાં છે.. આ સાથે દિવાળીના પર્વની સૌ કોઈ અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રકાશના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ગ્લોરિયસ સ્કૂલના મેદાનમાં 8 હજાર દીવડા પ્રગટાવીને વિશેષ ઉજવણી કરવામાં આવી છે.

himmatnagar 8000 lamps made replicas of Rama, Saraswati, conch and swastika

સ્કુલના મેદાનમાં 45 લીટર તેલનો ઉપયોગ થી 8000 દીવડાઓ પ્રગટાવ્યા

સાબરકાંઠાના હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલી ગ્લોરીયસ સ્કુમલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.. દિવળાના પર્વ પહેલા રાત્રે સ્લુકના મેદાનમાં શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને 8 હજાર દીવડા પ્રગટાવીને ફટાકડા ફોડ્યા હતા અને ઉજવણી કરી હતી.

himmatnagar 8000 lamps made replicas of Rama, Saraswati, conch and swastika

સ્કુલમાં છેલ્લા પાચ વર્ષથી દિવાળી પર્વની વિશેષ ઉજવણી

આ દીવડા દ્વારા ભગવાન શ્રીરામ, દેવી સરસ્વતી, શંખ તેમજ સ્વસ્તિકની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.. 45 લિટર તેલનો ઉપયોગ કરીને 8 હજાર દીવડા પ્રગટાવ્યા હતા. ગ્લોરિયસ સ્કૂલ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ પ્રકારે દિવાળી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ