બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / heart attack how cpr saves life heaty attack causes treatment and prevention

આરોગ્ય ટિપ્સ / હાર્ટ એટેક બાદ જો તુરંત સારવાર શરૂ કરી દેવાય, તો જીવ બચી શકે, ફૉલો કરજો આ 5 લાઇફ સેવિંગ ટિપ્સ

Arohi

Last Updated: 12:56 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heaty Attack Treatment Tips:  હાર્ટ એટેકના તરત બાદ જો યોગ્ય સારવાર મળી જાય તો દર્દીનો જીવ બચી શકે છે. હાર્ટ એટેક બાદ હાર્ટના મસલ્સ 80-90 મિનિટની અંદર લોહી ન મળવાના કારણે ડેડ થવાનું શરૂ થાય છે.

  • હાર્ટ એટેકના તરત બાદ કરો આ સારવાર 
  • તો બચી જશે વ્યક્તિનો જીવ 
  • ફોલો કરો આ 5 લાઈફ સેવિંગ ટિપ્સ  

હાલના સમયમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઝ સુધી હાર્ટ એટેકના કારણે તે જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેનો ખતરો ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ખોટી લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ભોજન, સ્મોકિંગ અને આલ્કોહોલના કારણે હાર્ટ એટેકની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. 

હાર્ટ એટેક એક ખતરનાક કંડીશન છે જેમાં મોટાભાગના લોકો જીવ ગુમાવે છે. હાર્ટ એટેક બાદ જો દર્દીને તરત મેડિકલ સહાયતા મળી જાય તો તેમનો જીવ બચી શકે છે. કાર્ડિયોલોજીસ્ટ પાસેથી જાણો કે હાર્ટે એટેકના બાદ લોકોને શું કરવું જોઈએ અને કેવી રીતે તેમનો જીવ બચી શકે છે. 

60 મિનિટની અંદર દર્દીને પહોંચાડો હોસ્પિટલ
એક્સપર્ટ્સ અનુસાર હાર્ટ એટેક આવ્યા પહેલા 60 મિનિટની અંદર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. હાર્ટ એટેક આવ્યા બાદના 60 મિનિટને 'ગોલ્ડન ઓવર' કહેવામાં આવે છે. 

આ સમય ઝડપથી સારવાર કરવા માટે જરૂરી છે. હાર્ટ એટેકના બાદ હાર્ટના મસલ્સ 80-90 મિનિટની અંદર લોહી ન મળવાના કારણે ડેડ થવાનું શરૂ થઈ જાય છે. 

6 કલાકની અંદર હાર્ટ થઈ જાય છે ડેમેજ 
આ સમયે સારવાર શરૂ ન થવા પર બીજા છ કલાકની અંદર હાર્ટ સંપૂર્ણ રીતે ડેમેજ થવાનું શરૂ થઈ જાય છે. તેનાથી લોકોના મોત થાય છે. હાર્ટ એટેક આવ્યા બાદ જેટલું જલ્દી લોહીનું સપ્લાય ફરી શરૂ કરવામાં આવે તેટલું ઓછુ નુકસાન હાર્ટ અને અન્ટ અંગોને થાય છે. 

હાર્ટ એટેક આવ્યા બાદ સારવાર માટે દર્દીને તરત હોસ્પિટલ લઈ જવું જોઈએ પરંતુ હાર્ટ એટેકના તરત બાદ દર્દીને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન આપવામાં આવે તો આ દર્દી માટે જીવિત રહેવાની સંભાવનાને બેધણી કરી દે છે. 

આવા લોકોને હાર્ટ એટેકનો ખતરો વધારે 
નિષ્ણાંત અનુસાર કોરોનરી આર્ટરી ડિઝીઝ સૌથી કોમન હાર્ટ ડિઝીઝમાંથી એક છે અને તેનાથી મોતનો ખતરો વધારે છે. ડાયાબિટીસના દર્દીને કોરોનરી આર્ટરી ડિઝિસ થવાનો ખતરો હોય છે. દેશમાં કરેલા અમુક અભ્યાસ અનુસાર ભારતમાં એક લાખની જનસંખ્યા પર 272 લોકો હૃદય રોગી છે. 

લોકોએ ફિટ રહેવું, યોગ્ય ડાયેટ લેવી, યોગ્ય એક્સરસાઈઝ કરવી અને સ્મોકિંગ- દારી જેવી વસ્તુઓનું સેવન ન કરવું. ધુમ્રપાન અને દારૂનું સેવન કરનાર કે બેઠાળુ જીવન જીવનાર લોકો અથવા અસ્થમા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ અને ફેફસાના ફાઈબ્રોસિસ વાળા લોકોમાં હાર્ટ ડિઝીઝ વિકસિત થવાની સંભાવના વધારે હોય છે. 

હાર્ટ એટેકથી બચવાની 5 રીત 

  • દરરોજ એક્સરસાઈઝ કરો અને પોતાની ફિટનેસ સારી રાખો. 
  • પોષક તત્વોથી ભરપૂર ડાયેટ લો અને જંક ફૂડ અવોઈડ કરો. 
  • સ્મોકિંગ, દારૂ સહિત કોઈ પણ પ્રકારના નશા કરવાથી બચો. 
  • સમય સમય પર પોતાના હાર્ટનું રેગ્યુલર ચેકઅપ જરૂર કરો. 
  • ડાયાબિટીસ, બીપી કે ફેફસાની મુશ્કેલી હોય તો સતર્ક રહો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ