બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips do not drink hot water know its Disadvantages

હેલ્થ ટિપ્સ / શું તમે પણ ગરમ પાણી પીવો છો? જાણો તેનાથી સ્વાસ્થ્યને થાય છે કેટલું નુકસાન

Dhruv

Last Updated: 03:52 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમ પાણીનો ઉપયોગ જોઈ વિચારીને કરવો જોઈએ કે તેનાથી શરીરને જેટલો લાભ થાય છે એટલું વધારે નુકસાન પણ પહોંચાડી શકે છે.

આમ તો ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંત તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતું ગરમ ​​પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસરો થઈ શકે છે. દરેક સારી વસ્તુની સાથે તેની કેટલીક આડઅસરો પણ હોય છે તેમ ગરમ પાણીની પણ છે. વધારે પડતુ ગરમ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ સહિત સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વધારે પડતુ ગરમ ​​પાણી પીવાથી પેટમાં બળતરા થઈ શકે છે, જેના કારણે પાચનની સમસ્યાઓ પેદા પણ થાય છે.

ઉંઘ સંબંધિત બિમારી પણ થવાની શક્યતા વધી જાય

જો વધુ પડતું ગરમ ​​પાણી પીવામાં આવે તો તેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે. વધુ પડતું ગરમ ​​પાણી પીવાથી તમારા શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે જેનાથી ડિહાઈડ્રેશન થવાની સંભાવના વધી જાય છે. આ સિવાય વધારે પડતા ગરમ પાણીના સેવનથી તમારા શરીરમાં સંચાર પ્રણાલી પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. જો તમે ઉંઘતી વખતે ગરમ પાણી પીવો છો તો તમને ઉંઘ સંબંધિત બિમારી પણ થવાની શક્યતા વધી જાય છે.

ગરમ પાણીથી પરસેવો પણ વધી જાય

વારંવાર ગરમ પાણી પીવાથી તમારા દાંતને પણ નુકસાન થાય છે. ગરમ પાણીના વધારે પડતા ઉપયોગને કારણે દાંતનુ ઈનેમલ નામનુ તત્વ નષ્ટ પામે છે, જેનાથી સેન્સેટિવિટીની સમસ્યા થવા લાગે છે. ગરમ પાણીથી પરસેવો પણ વધી જાય છે જેથી શરીરના મિનરલ્સ ઘટી જવાની શક્યતા વધે છે.

 

વધુ વાંચો : હોળી રમી લીધી હવે? કેવી રીતે ઉતારવા કેમિકલવાળા રંગ, આ ટીપ્સથી ચમકી જશે ત્વચા

આ લોકોએ ગરમ પાણી ન પીવું

દિવસમાં એક કે બે ગ્લાસ ગરમ પાણી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગરમ પાણીથી તમારા શરીરમાં રક્તનો પ્રવાહ જળવાઈ રહે છે. માપસરના ગરમ પાણીથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જો તમારૂ બ્લડ પ્રેશર પહેલાથી જ ઓછુ રહેતુ હોય તો તમારે ગરમ પાણી પીવાથી બચવુ જોઈયે. આ સિવાય એસિડ રિફ્લક્સ નામની પાચન સાથે જોડાયેલી બિમારીવાળા લોકોને પણ એક્સપર્ટ દ્વારા ગરમ પાણી નહીં પીવાની સલાહ આપવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ