ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Holi 2024 remove holi color from skin this way tips and tricks

Holi 2024 / હોળી રમી લીધી હવે? કેવી રીતે ઉતારવા કેમિકલવાળા રંગ, આ ટીપ્સથી ચમકી જશે ત્વચા

Published By: Arohi

Last Updated: 12:47 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Holi 2024: આજે 25 માર્ચે દુનિયાભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. લોકો રંગ અને ગુલાલથી હોળી રમી રહ્યા છે. ઘણા લોકો પાક્કા રંગથી પણ હોળી રમે છે. આ કલરને શરીર પરથી કેવી રીતે કાઢવો? જાણો ટીપ્સ અને ટ્રીક્સ.

ADVERTISEMENT

હોળી રમવી તો બધાને પસંદ હોય છે પરંતુ હોળી રમ્યા બાદ પાક્કા રંગને ચહેરા પરથી કાઢવા ખૂબ જ મુશ્કેલ કામ છે. આમ તો આજકાલ બજારમાં હર્બલ કલર પણ મળે છે. જેના ઉપયોગથી ત્વચાને કોઈ નુકસાન નથી થતું. પરંતુ ઘણી વખત આ રંગ પણ ત્વચા પર અસર કરી જાય છે. એવામાં જાણો પાક્કા કલરને સ્કીન પરથી કેવી રીતે કાઢવા. 

નારિયેળ તેલ 
હોળીના રંગો શરીર પરથી કાઢવા માટે નારિયેળ તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના માટે ત્વચા પર પહેલા નારિયેળનું તેલ લગાવો ત્યાર બાજ ત્વચા પર તેની મસાજ કરો. જેમ જેમ તેલ ત્વચામાં જશે તેમ તેમ ત્વચાથી રંગના ડાઘ ધીરે ધીરે ઓછા થતા જશે. નારિયેળ તેલના ઉપયોગથી તમારી ત્વચા પર બળતરા પણ નહીં થાય. 

દહીં 
જો ત્વચા પર હોળીનો રંગ ખૂબ જ વધારે દેખાતો હોય તો એક કટોરીમાં દહીં લઈ તેમાં થોડી હળદર મિક્સ કરો. તેના બાદ આ મિશ્રણને તમારી ત્વચા પર હલ્કા હાથે લગાવો. આ પેસ્ટને 20 મિનિટ સુધી આમ જ રહેવા દો બાદમાં હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. તેનાથી રંગ આછા થઈ જશે. 

ચણાનો લોટ 
બેસનમાં થોડુ દહીં મિક્સ કરીને પહેલા તેની પેસ્ટ તૈયાર કરી લો બાદમાં તેને તમારી સ્કીન પર સારી રીતે લગાવી લો. પેસ્ટથી સ્કીન પર હલ્કા હાથે સ્ક્રબ કરો. થોડા સમય માટે તેને આમ જ રહેવા દો. તેનાથી રંગ અમુક હદ સુધી આચ્છા થઈ જશે. 

વધુ વાંચો: ઈયરફોન કે ઈયરબડ્સથી લકવાનો ખતરો, નિષ્ણાંતોએ આપી ચેતવણી

એલોવેરા જેલ 
આજના સસમયમાં દરેકના ઘરમાં એલોવેરા જેલ હોય છે. એવામાં રંગ હટાવવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમાપે બસ એલોવેરા જેલને પોતાની આખી ત્વચા પર લગાવવાનું છે. તેનો ઉપયોગ તમે વાળમાં પણ કરી શકો છો. તેનાથી હોળીનો પાક્કો રંગ તમારી ત્વચા પરથી ઉતરી જશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Color Holi 2024 Tips and tricks હોળી 2024 holi 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ