બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Health department alert for sick children in Surat

સાવધાન / પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સાચવજો: એક તરફ કોરોના તો બીજી બાજુ હવે આ રોગે માઝા મૂકી, સુરતમાં 100 કેસ નોંધાતા ફફડાટ

Malay

Last Updated: 09:22 AM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ અને અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા બેથી ત્રણ મહિનાના સમયમાં ઓરીના 100 કેસ સામે આવ્યા છે. બે મહિનામાં લિંબાયત અને ઉધનામાં ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા છે.

  • સુરતમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો 
  • બેથી ત્રણ મહિનાના સમયમાં ઓરીના સામે આવ્યા 100 કેસ 
  • ઓરીના કેસ વધતા રસીકરણની ઝુંબેશ હાથ ધરાશે

સુરતમાં નાના બાળકોમાં ઓરીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા બેથી ત્રણ મહિનામાં લિંબાયત અને ઉધનામાં ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

મોટાભાગના બાળકોને ઉંમર પાંચ વર્ષથી ઓછી 
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતમાં છેલ્લા બેથી ત્રણ મહિનાના સમયમાં ઓરીના 100 કેસ સામે આવ્યા છે. આ બે મહિનામાં લિંબાયત અને ઉધનામાં ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જોકે, સામે આવેલા કેસોમાં મોટાભાગના બાળકોની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે. સુરતમાં ઓક્ટોબર માસથી ઓરીના કેસ આવવાની શરૂઆત થઈ હતી. ઓરીના કેસ વધતા રસીકરણની ઝુંબેશ હાથ ધરાશે.

અમદાવાદમાં ઓરીનો રોગચાળો વકર્યો
અમદાવાદમાં પણ છેલ્લા બે મહિનામાં ઓરીના કેસો વધ્યા છે. જેમાં દાણીલીમડા, વટવા, લાંભા, ગોમતીપુર, રખિયાલ, જુહાપુરા, સંકલિતનગર અને મકતનપુરામાં ઓરીના કેસો વધ્યા છે. AMCના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડાએ જણાવ્યું કે,  ચાલુ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 50 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષમાં કુલ 491 જેટલા કેસો નોંધાયા છે. શહેરમાં જે અર્બન હેલ્થ સેન્ટરમાં 2 કન્ફર્મ કેસ અને 5થી વધારે શંકાસ્પદ કેસ હોય તેવા વિસ્તારને ક્લસ્ટર્સ જાહેર કરાયા છે. 

શું છે ઓરીના લક્ષણો?
ત્વચા પર લાલ ફોલ્લી થવી 
ભારે તાવ આવવો 
વધુ પડતી ઉધરસ આવવી
આંખો લાલ થવી
ખૂબ થાકી જવું
વહેતું નાક
સૂકું ગળું
સ્નાયુઓમાં દુઃખાવો
મોઢામાં ચાંદા પડવા
આંખે ઝાંખું દેખાવું 
સ્વભાવ ચીડિયો થઈ જવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ