બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / HeadClark Paper Leak: In the #Resign_Asitvora Trend on Social Media Twitter

પેપરલીક કાંડ / અસિત વોરાને લઇ સોશિયલ મીડિયામાં એવું હેશટેગ ટ્રેન્ડિંગમાં આવ્યું કે ગાંધીનગર સુધી પહોંચ્યો રેલો

Vishnu

Last Updated: 06:55 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વીટર પર #Resign_Asitvora જોરદાર ટ્રેન્ડમાં, અત્યાર સુધી 1.62 લાખ રિટ્વિટ આવતા ગુજરાત ભરમાં ચર્ચા

  • અસિત વોરાના રાજીનામાની માગ
  • ટ્વીટર પર #Resign_Asitvora ટ્રેન્ડ
  • 1.62 લાખ ટ્વીટ થયા

હેડક્લાર્ક પેપર લીકનો મામલો આખા ગુજરાતમાં એટલો ગાજ્યો છે કે આમાં ગૃહરાજ્યમંત્રી બાદ હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દખલગીરી કરવાની ફરજ પડી છે. હેડક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત બાદ હવે મુખ્યમંત્રીએ GSSSBના ચેરમેન અસિત વોરાને મળવા બોલાવ્યા હતા. જે બાદ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ છે. અંદર ખાને શું રંધાઈ રહ્યું છે તેની માહિતી લીક થઈ છે, ખાસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ CM પટેલ સાથેની બેઠકમાં અસિત વારોને જવાબદારીની રાહે રાજીનામુ આપી દેવાની વાત કહેવામા આવી છે.હવે માત્ર જાહેરાત બાકી છે.

ટ્વીટર પર ઉમેદવારો માંગી રહ્યા છે અસિત વોરાનું રાજીનામું 
ત્યારે હવે ગુજરાતની સરકારી પરીક્ષાની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોએ જાણે સોશિયલ મીડિયાના સહારે આંદોલનનું બ્યૂગલ ફૂંકી દીધું છે. ટ્વીટર પર #Resign_Asitvora જોરદાર રીતે ટ્રેન્ડ થઈ રહ્યું છે. ટ્વીટર પર ઉમેદવારો અસિત વોરાનું રાજીનામું માંગી અલગ અલગ મીમ મૂકી રહ્યા છે.  પેપરલીક કાંડમાં અસિત વોરાના રાજીનામાની માગ થઇ રહી છે. ત્યારે ટ્વીટર પર #Resign_Asitvora નામે 1.62 લાખ ટ્વીટ થતાં ગાંધીનગર સુધી ઉમેદવારોનો મૂડ પહોંચ્યો હોય તેવુ દેખાઈ રહ્યું છે.

વિપક્ષ અસિત વોરાના રાજીનામાની કરી રહ્યું છે માંગ
મહત્વનું છે કે હેડક્લાર્ક પેપર લીક થયા બાદ વિપક્ષ સતત માંગ કરી રહ્યું છે કે આ ઘટના માટે અસિત વોરા જવાબદાર છે અને તેમને પદેથી હટાવવામાં આવે. ખાસ કરીને AAPના અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આ પેપર લીક મામલે પુરાવા રજૂ કર્યા બાદ તેમને આ GSSSBના ચેરમેન પદેથી હટાવવા માટે ભારે માંગ કરી રહ્યાં છે. ત્યાર બાદ AAP એ પણ ગાંધીનગર ખાતે ભારે ઘર્ષણની વચ્ચે વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોંગ્રેસ પણ રટણ કરી રહ્યું છે કે ભાજપના રાજમાં ફટાકડાની જગ્યાએ પેપર વધારે ફૂટે છે.

પેપરલીક કાંડ પછી પણ સરકારના અસિત વોરા પર ચાર હાથ
એક બાજુ જ્યાં યુવરાજ સિંહ સહિતનાં નેતા અસિત વોરા સામે આરોપો લગાવી રહ્યા છે અને તપાસ માટે તેમને પદ પરથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે સરકારને અસિત વોરા પર પૂરો વિશ્વાસ છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે અસિત વોરાને ક્લીનચિટ આપી છે. વાઘાણીએ આજે અસિત વોરાના વખાણ કરતાં કહ્યું કે તેમના સમયમાં ગુજરાતમા સારી રીતે પરીક્ષા લેવાઈ રહી છે. અને તેમને ચેરમેન પદેથી હટાવવામાં આવશે નહીં. જૉ પેપરલીક થયું હશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. 

સી.આર.પાટીલે અસિત વોરાને આપી હતી ક્લીન ચિટ?
ગુજરાત સરકાર તરફથી હેડક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે 2 દિવસ પહેલા આ બાબતે નિવેદન આપતા પાટીલે કહ્યું છે કે ભરતી પ્રક્રિયામાં અધીકારીઓને જ સત્તા હોય છે. તપાસમાં કોઈપણ વ્યક્તિ હશે તેના પર કાર્યવાહી થશે અને થઈ રહી છે જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહી આવે, પણ ગૌણસેવાના ચેરમેન પ્રતિષ્ઠીત વ્યક્તિ છે એક વાત સમજવી જરૂરી છે કે બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ બંને અલગ બાબત છે. યુવાનોના વિશ્વાસ ન તુટે એ માટે સરકાર પગલા લઈ રહી છે. ગૌણસેવાના ચેરમેન પર માત્ર આક્ષેપો થઈ રહ્યા છે તેના પુરાવા નથી. કોઈપણ ચમરબંધી હશે તેને નહી છોડવામાં આવે કારણ કે અમે કોઈને પણ બચાવવા માંગતા નથી.હું ચોક્કસ પણે માનુ છુ કે પેપર લીક થયું છે. આગામી સમયમાં પરીક્ષા કેવી રીતે લેવી તેની ચર્ચા ચાલુ છે. આવનાર ભરતીમાં પેપર લીક ન થાય તે માટે તમામ પગલા લેવશે તેવી વાત પણ સી આર પાટીલે કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ