બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / HC angry with Sabarmati jail authorities for not releasing accused for 3 years

આદેશ / 3 વર્ષ સુધી આરોપીને જેલમુક્ત ન કરાતા સાબરમતી જેલના સત્તાધીશો વિરૂદ્ધ હાઇકોર્ટ નારાજ, કહ્યું '14 દિવસમાં વળતર ચૂકવો'

Priyakant

Last Updated: 10:59 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court News: કોવિડકાળ ચાલતો હોવાથી હાઈકોર્ટે મોકલેલા હુકમ પર ધ્યાન ન ગયાનો જેલ સત્તાધીશોનો લુલો બચાવ, હાઈકોર્ટે બેદરકારીની નોંધ લઈ રાજ્ય સરકારને ફટકાર્યો રૂ.3 લાખનો દંડ

  • અમદાવાદની સાબરમતી જેલ સત્તાધીશોની બેદરકારી 
  • 3 વર્ષ સુધી જેલમુક્ત ન કરાતા HC નારાજ
  • 3 વર્ષ અગાઉ આરોપીને જામીન પર છોડવા કર્યો હતો હુકમ 

Gujarat High Court : અમદાવાદની સાબરમતી જેલ સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે. વાત જાણે એમ છે કે, આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા ગુજરાત હાઇકોર્ટે એક કેસમાં આરોપીની જામીન આપ્યા હતા. જોકે અમદાવાદની સાબરમતી જેલના સત્તાધીશોએ હાઇકોર્ટના આદેશ બાદ પણ આરોપી યુવકને 3 વર્ષ સુધી જેલમુક્ત ન કરાતા ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે આવા કેસની યાદી બનાવી હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા રજીસ્ટ્રીને આદેશ કર્યો છે. 

ગુજરાત હાઇકોર્ટે આજથી ત્રણ વર્ષ પહેલા મહેસાણાના એક આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. જોકે અમદાવાદની સાબરમતી જેલના સત્તાધીશોએ હાઇકોર્ટના આદેશને પણ અવગણી અને 3 વર્ષ સુધી આરોપીને છોડ્યો ન હતો. આ તરફ હવે આ બાબત ગુજરાત હાઇકોર્ટના ધ્યાને આવતા કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, આ પહેલા પણ જેલમાંથી મોબાઈલ મળવાને લઈને પણ સાબરમતી જેલ વિવાદમાં આવી ચૂકી છે. 

શું કહ્યું જેલ સત્તાધીશોએ ? 
હાઇકોર્ટે મહેસાણાના એક આરોપીને 3 વર્ષ પહેલા જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યા બાદ પણ સાબરમતી જેલના સત્તાધિશોએ આરોપીને જેલમુક્ત કર્યો ન હતો. જેને લઈ હવે જેલ સત્તાધીશોએ હાઇકોર્ટમાં કહ્યું છે કે, કોરોનાકાળ હોવાથી હાઈકોર્ટના હુકમ પર ધ્યાન ન ગયું. આ તરફ હવે ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, જેલ સત્તાધીશોએ યુવકના 3 વર્ષ બગાડ્યા હોવાથી 14 દિવસમાં વળતર ચૂકવો. આ  સાથે હાઈકોર્ટે બેદરકારીની નોંધ લઇ રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે આવા કેસની યાદી બનાવી હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા રજિસ્ટ્રીને આદેશ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ