અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા જોર શોરથી પ્રેક્ટિસ કરી રહી છે જેનું એક ઉદાહરણ હાલમાંજ જોવા મળ્યુ. હાર્દિક પંડ્યાનો એક કેચ પકડતો વીડિયો થઈ રહ્યો છે ખૂબ વાયરલ.
ચોથી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસમાં પરસેવો પાડી રહી છે
હાર્દિક પંડ્યાનો પ્રેક્ટિસનો વીડિયો થયો વાયરલ
હાર્દિક પંડ્યાને નથી મળી ટેસ્ટમાં રમવાની તક
હાર્દિકનો કેચ પકડતો વીડિયો થયો વાયરલ
ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જ્યારે મેદાનમાં હોય છે ત્યારે તેની ગેમ જોવા જેવી હોય છે. તે પોતાના દમ પર ટીમ ઈન્ડિયાને ઘણી મેચો જીતાડી ચૂક્યો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેને હજુ તક નથી મળી જેથી તેનાં ફેન્સ તેની ગેમ નથી જોઈ શક્યા. પણ તેમ છતાં આ સ્ટાર ખેલાડીને ચર્ચાઓથી દૂર નથી રાખી શકાતો. તેણે ટીમ ઈન્ડિયાનાં પ્રેક્ટિસ સેશનમાં એવો કેચ પકડયો કે ફરીથી તેની ચર્ચાઓ થવા માંડી. તેનાં કેચનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદમાં ઈંગ્લેન્ડની સામે ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડી રહી છે. જ્યારે હાર્દિક પંડ્યા ભલે પ્લેઈંગ ઇલેવનમાં નથી પણ તેમ છતાં તે પણ તેની ગેમને વધુ શાર્પ બનાવવા માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે અને હાલમાં તેણે હવામાં ઉડતા જે શાનદાર કેચ પકડ્યો તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડ સામેની ટી-20 અને વન ડે મેચો માટે ઈન્ડિયા ટીમમાં સામેલ છે. જોકે તેને ટેસ્ટ સિરીઝમાં રમવાની તક નથી મળી તેણે છેલ્લે 2018માં ઈંગ્લેન્ડની સામેજ છેલ્લી ટેસ્ટ રમી હતી.
BCCI/IPL/ANI Photo
છેલ્લે 2018માં રમ્યો હતો ટેસ્ટ
2018નાં ઈંગ્લેન્ડ ટૂરમાં તેણે ચાર ટેસ્ટ રમી હતી અને હાર્દિકે તે 8 ઈનિંગમાં 23.43ની એવરેજથી 160 રન બનાવ્યા હતા અને સાથે 10 વિકેટ પણ ઝડપી હતી. હાર્દિકે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા માટે રમી હતી જેમાં તે ત્રણ ટી-20 મેચોમાં સભ્ય હતો જેમાં તેણે 38ની એવરેજથી 78 રન બનાવ્યા હતા જેમાં સિડનીમાં રમાયેલી મેચમાં તેણે 22 બોલમાં 42 રન બનાવ્યા હતા.