બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat muslim devi mandir in kadi astronaut sunita williams village

શ્રદ્ધા / ગુજરાતના આ NRIઓના ગામમાં થાય છે મુસ્લિમ દેવીની પૂજા, હિન્દુ મુસ્લિમ એખલાસનું છે પરફેક્ટ પ્રતિક

Gayatri

Last Updated: 04:09 PM, 26 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલ મુસ્લિમ દેવીનું મંદિર છે જેમાં લોકોની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર કોમી એખલાસનું પરફેક્ટ પ્રતિક છે. ગુજરાતના ગાંધીનગરની બાજુમાં આવેલા ઝુલાસણ ગામમાં એક મુસ્લિમ મહિલાને માતાજીના રૂપમાં પૂજાય છે. તેને ડોલા માતા કહે છે. આ ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી. આ ગામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ પોતાના પિતાની સાથે ગામમાં ડોલા માતાજીના દર્શન કરવામાં માટે આવ્યા હતા. આજે પ્રજાસત્તાક દિવસે ખરેખર આ મંદિરને જોઈને કોમી એખલાસની ભાવના બળવત્તર થાય છે.

  • અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સનું છે માદરે વતન
  • ઘેરઘેર લોકો વસે છે વિદેશમાં
  • ગામમાં નથી એક પણ મુસ્લિમ પરિવાર

ગાંધીનગરથી અંદાજે 20 કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં અંદાજે પાંચ હજારની વસતી છે. આ ગામમાં એક પણ એવો પરિવાર નથી, જેમના ઘરેથી કોઇ વિદેશમાં ના હોય. ગામમાં આઠસો વર્ષ જૂનું ડોલા માતાજીનું મંદિર છે.

ગામને લૂંટારૂઓથી પણ બચાવ્યું


પહેલાના જમાનામાં  ગામમાં લૂંટારૂઓ આવતા હતા અને ગામને લૂંટીને જતા રહેતા હતા, ત્યારે પાડોશના ગામમાંથી પસાર થતા એક મુસ્લિમ મહિલાએ જોયું કે ઝુલાસણ ગામમાં લૂંટ મચી છે.
તેઓ ત્યાં જ રોકાઈ ગયાને લૂંટારુઓ સામે બાથ ભીડી અને લડતા-લડતા મૃત્યુ પામ્યા. આજે જ્યાં મંદિર છે ત્યાં જ તેમનું મોત થયું હતું. તેના ઘણા વર્ષો બાદ તેમના નામ પર મંદિર બન્યું. અમારી તેમાં શ્રદ્ધા છે. તેઓ અમારીરક્ષા કરે છે અને અમારી તકલીફો દૂર કરે છે.

અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ પણ છે ભક્ત

ઝુલાસણ ગામના જે લોકો વિદેશોમાં વસ્યા છે તેમાં અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સના પિતા દિપક પંડ્યા પણ છે. દિપક પંડ્યા 22 વર્ષના હતા ત્યારે અમેરિકા ગયા હતા. સુનીતા વિલિયમ્સ જ્યારે અંતરિક્ષમાં જવાના હતા ત્યારે તેઓ પોતાના પિતાની સાથે ડોલા માતાના આશીર્વાદ લેવા માટે ઝુલાસણ આવ્યા હતા. મંદિરના પૂજારીનું પણ કહેવું છે કે કોઇપણ એનઆરઆઈ કે વિદેશમાં લગ્ન કરીને ઝુલાસણ આવનાર કોઇ પણ હોય એરપોર્ટથી સીધા ડોલા માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ જ ઘરે જાય છે. સુનીતા ગામની દિકરી છે. તેઓ અંતરિક્ષથી પાછા આવ્યા બાદ પણ ડોલા માતાના દર્શન કરવા માટે ફરીથી આવ્યા હતા.

ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી

ડોલા માતાજી મુસ્લિમ હોવા છતાં ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી. જો કે રવિવાર અને ગુરૂવારના રોજ ડોલા માતાજીની માનતાનો દિવસ મનાય છે. આ દિવસે આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ પણ આવે છે.

ગુજરાતના કોમીરમખાણોમાં મંદિરને ઉની આંચ નહોતી આવી

2002ના હુલ્લડમાં ઉત્તર ગુજરાતના કેટલાંય ગામમાં દંગા થયા હતા. મંદિરો અને મસ્જીદોને તોડ્યા હતા પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ડોલા માતાજીના મંદિરને કોઇએ નુક્સાન પહોંચાડ્યું નહોતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ