બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / Gujarat housewives' budget will be disrupted, see what happened after peanut oil

ભાવ વઘારો / ગુજરાતની ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, સિંગતેલ બાદ જુઓ શેના ભાવમાં થયો તોતિંગ વધારો

Kiran

Last Updated: 04:26 PM, 6 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇતિહાસમાં પહેલીવાર કપાસિયા તેલના ભાવે સિંગતેલના ભાવની તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.

  • કપાસિયા તેલના વધ્યા છે ભાવ
  • સિંગતેલની જેટલા થયા છે કપાસિયાના ભાવ
  • બજારમાં કપાસિયા તેલની અછત હોવાની ચર્ચા

એક તરફ મોંઘવારીએ માજા મુકી છે ત્યારે બીજી તરફ ખાધતેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે,પેટ્રોલ ડીઝલ, શાકભાજી સહિત તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ખૂબ વધી રહ્યા છે એવામાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.  


સિંગતેલ કરતા કપાસિયા તેલના ભાવ થયા છે વધુ

તહેવારો નજીક છે ત્યારે તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે ઇતિહાસમાં પહેલીવાર કપાસિયા તેલના ભાવે સિંગતેલના ભાવની તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે સિંગતેલના ભાવ ઉંચા હોય કરકસર માટે લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર સર્જાતા ભારે વિમાસણ સર્જાઈ છે. કપાસિયા તેલમાં ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે તો સાથે જ ફરસાણના ભાવોમાં પણ હવે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 


ગૃહિણીઓ માટે માઠા સમાચારઃ ફરી વધ્યા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, જાણી લો  નવો ભાવ | groundnut oil and cottonseed oil prices Increased
 

મોટી કંપનીઓના હાથમાં ટ્રેડની લગામ હોવાની ચર્ચા

આગામી દિવસોમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે. જેની સાથે જ રક્ષાબંધન, સાતમ આઠમ અને દિવાળી જેવા તહેવારો પણ ખૂબ જ નજીક છે. આવા સમયે લોકો ઘરમાં ફરસાણ અને મિસ્ટાન બનાવે છે અથવા તો બહારથી ખરીદી કરતા હોય છે. ત્યારે આ સમયે કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેને કારણે મોંઘવારીનો વધુ એક માર લોકોને સહન કરવાનો વારો આવી ચૂક્યો છે.


 

સિંગતેલની જેટલા થયા છે કપાસિયાના ભાવ

મિલોનું સિંગતેલ આજે કપાસિયા કરતા રુ.10-15 ઓછા ભાવે વેચાઈ રહ્યું હોવા છતાં ફરસાણના ધંધાર્થીઓ અને હોટલવાળા તેમના ફૂડના ટેસ્ટમાં ફેરફાર ન થાય તે માટે કપાસિયા તેલની જ માંગ કરી રહ્યા છે. તો ઘરેલુ વપરાશ માટે ગૃહિણીઓ હવે સિંગતેલ તરફ વળી રહી છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવની વાત કરીએ તો રાજકોટમાં આજે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના સોદા રુ.2435થી મહત્તમ રુ. 2485ના ભાવે થયા હતા. ગઈકાલે પણ તેના ભાવ આટલા જ રહ્યા હતા. જ્યારે ગઈકાલે રુ. 2435થી 2465 વચ્ચે વેચાયેલ કપાસિયા તેલમાં આજે રુ.10નો વધારો થતાં આજે કપાસિયા તેલના ડબ્બાના રુ. 2455-2485ના ભાવે સોદા થયા હતા.



 

સંગ્રહખોરી પર કોઈ અંકુશ ન હોવાથી પણ વધ્યા છે ભાવ

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સિંગતેલ અને કપાસિયા તેલમાં ધરખમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉન વખતે પણ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1500 થયો હતો જ્યારે વર્ષ 2017માં કપાસિયા તેલ 1200 રૂપિયા ભાવ બોલાતો હતો અને સિંગતેલના ડબ્બાનો 1500 રૂપિયા ભાવ બોલાતો હતો. પરતું ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ થતી રહી છે ત્યારે આજે ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટમાં સિંગતેલ કરતાંય કપાસિયા તેલ રૂ।.10 ઉંચા ભાવે સોદા થયા હતા. વેપારી સૂત્રોએ જણાવ્યું કે કેટલીક મિલોનું સિંગતેલ કપાસિયા કરતા પણ ઓછા ભાવે મળે છે.


Peanut oil - Wikipedia
 

ખાદ્યતેલમાં આવશ્યક ચીજવસ્તુધારો લાગુ થતો નથી

જો વાત કરવામાં આવે તો ખાધતેલમાં આવશ્યક ચીજવસ્તુધારો લાગું પડતો નથી બીજી તરફ મોટી કંપનીઓના હાથમાં ટ્રેડની લગામ હોવાથી ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળતી હોય છે વળી કટેલીક વાર ખાધતેલમાં સંગ્રહખોરી અને સટ્ટાખોરીને કારણે ચાલુ વર્ષ ભાવમાં સતત ઉથલપાથલ થઈ રહી છે. ઈતિહાસમાં આજે પ્રથમવાર સિંગતેલ કરતા પણ વધુ કપાસિયા તેલમાં ભાવ વધારો નોંધાયો છે. સિંગતેલ કરતા પણ વધુ ભાવે કપાસિયા તેલ મળતું હોય તેવું મનાઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ