બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Congress wrote a letter to the President against the release of 11 rape accused

બિલકિસ બાનો કેસ / દુષ્કર્મનાં 11 આરોપીને મુક્તિ સામે ગુજરાત કોંગ્રેસે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, નિર્ણય પરત લેવા કરી અપીલ

Priyakant

Last Updated: 07:06 PM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિલકિસ બાનો રેપ કેસ સંદર્ભે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં 11 આરોપીના મુક્ત કરવા અંગેના નિર્ણય ને પરત લેવા અપીલ કરવામાં આવી

  • બિલકિસ બાનો રેપ કેસમાં ગુજરાત કોંગ્રેસે લખ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખ્યો પત્ર
  • ગુજરાત સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા કરી માંગ
  • 11 આરોપીના મુક્ત કરવા અંગેના નિર્ણય ને પરત લેવા કરી અપીલ
  • કોંગ્રેસ  ધારાસભ્ય ગ્યાશુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલાએ લખ્યો પત્ર

બિલકિસ બાનો રેપ કેસને લઈ હવે ગુજરાત કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખ્યો છે. વિગતો મુજબ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાશુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલાએ દ્રૌપદી મુર્મૂને પત્ર લખ્યો છે. જેમાં ગુજરાત સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આ પત્રમાં 11 આરોપીના મુક્ત કરવા અંગેના નિર્ણય ને પરત લેવા અપીલ કરવામાં આવી છે. 

બિલકિસ બાનો રેપ કેસમાં કોંગ્રેસનો રાષ્ટ્રપતિને પત્ર 

બિલકિસ બાનો રેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતો સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. વિગતો મુજબ ગુજરાત સરકારે પોતાની ક્ષમા નીતિ હેઠળ તેમની મુક્તિ માટેની મંજૂરી આપી છે. જોકે હવે કોંગ્રેસે આ મામલે દેશના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાશુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલાએ દ્રૌપદી મુર્મૂને પત્ર લખી ગુજરાત સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આ પત્રમાં 11 આરોપીના મુક્ત કરવા અંગેના નિર્ણય ને પરત લેવા અપીલ કરવામાં આવી છે. 

શું હતો સમગ્ર મામલો ? 

3 માર્ચ, 2002ના રોજ ગોધરા કાંડ પછી થયેલા રમખાણો દરમ્યાન દાહોદ જિલ્લા માટે લીમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ટોળાએ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. બિલ્કીસ તે સમયે પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસના આરોપીઓની 2004મા ધરપકડ કરવામાં આવી હતી. જોકે બિલ્કીસ બાનો સામૂહિક રેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતો સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. ગુજરાત સરકારે પોતાની ક્ષમા નીતિ હેઠળ તેમની મુક્તિ માટેની મંજૂરી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ