બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Board HSC results 2020 mark sheet distribution on 29th june monday

પરિણામ / Board Exam 2020: ધોરણ 12ના સામાન્ય પ્રવાહની માર્કશીટ આ તારીખથી મળશે

Gayatri

Last Updated: 09:09 AM, 27 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 12ના સામાન્ય પ્રવાહના ઓનલાઈન પરિણામ બાદ 29 જૂનથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. માર્કશીટનું વિતરણ સ્કૂલવાર કરવામાં આવશે. કોરોના મહામારીના સંકટને કારણે પરિણામ વિતરણ જિલ્લાના કેન્દ્ર પરથી કરવાનું નથી. પરંતુ તાલુકાવાર કરવાનું છે.

  • 15 જૂનના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર
  • 28 જૂન સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે માર્કશીટ મોકલવામાં આવશે
  • 29 જૂનથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે

15 જૂનના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. જેની માર્કશીટ આજે તાલુકાવાર અને સ્કૂલવાર મોકલવામાં આવી છે. આ માર્કશીટનું સમયસર વિતરણ થાય તે માટે મોડામાં મોડું 28 જૂન સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે માર્કશીટ મોકલવામાં આવશે. ત્યાર બાદ 29 જૂનથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને એક સાથે સ્કૂલે બોલાવવામાં આવશે નહીં. 

નાના સેન્ટર બનાવી માર્કશીટનું કરાશે વિતરણ
 
માર્કશીટનું વિતરણ સ્કૂલવાર કરવામાં આવશે. કોરોના મહામારીના સંકટને કારણે પરિણામ વિતરણ જિલ્લાના કેન્દ્ર પરથી કરવાનું નથી. પરંતુ તાલુકાવાર કરવાનું છે.  

સોશિયલ ડિસ્ટન્સિંગનું રાખવું પડશે ધ્યાન

જિલ્લા શિક્ષણાધિકારી તાલુકાદીઠ માર્કશીટ મોકલાવશે. તાલુકા કક્ષાએ માર્કશીટના વિતરણની વ્યવસ્થા ગોઠવવી પડશે. માસ્ક,સોશિયલ ડિસ્ટન્સિગ અને સેનેટાઈઝની સુવિધા તથા તાલુકા શાળાઓની સંખ્યા ધ્યાને લઈ ઓછી ભીડ થાય એવી વ્યવસ્થા કરવી પડશે. તેની સાથે સાથે ગરબા, સરઘસ કે ડીજેનું આયોજન ન થાય તેનું પણ ધ્યાન રાખવા વિનંતિ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Education News board exam 2020 gujarat mark sheet સામાન્યપ્રવાહ Board Exam 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ