બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat ATS obtained seven-day remand of accused Mohammad Sojib

કાર્યવાહી / અમદાવાદમાં ઝડપાયેલા અલ કાયદાનો સંદિગ્ધ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર, યુવાનોને બનાવતો હતો આતંકી

Dinesh

Last Updated: 09:10 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ATSએ આરોપી મહોમ્મદ સોજીબને ઝડપ્યો હતો અને જેને મેટ્રો કોર્ટમા રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

  • આંતકી પ્રવૃતિને રોકવાને લઇ અમદાવાદમાં ATSનું ઓપરેશન 
  • ATSએ આરોપી મહોમ્મદ સોજીબને ઝડપ્યો
  • કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર


આતંકીઓની નજર ગુજરાત પર હોવાનો મોટો પર્દાફાશ થયો છે. કારણ કે, ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથને ઝડપી પાડ્યું છે.  ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી આરોપીને કોર્ટેમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે મેટ્રો કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સાત દિવસના રિમાન્ડ મંજૂર
ATSએ આરોપી મહોમ્મદ સોજીબને ઝડપ્યો હતો અને જેને કોર્ટમા રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અત્રે તમને જણાવી દઈએ કે, 30મી મે સુધી આરોપીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આતંકવાદી સંગઠન અલ કાયદાને લગતું સાહિત્ય પણ તેની પાસેથી મળ્યું છે તેમજ બાંગ્લાદેશી ચલણ પણ આરોપી પાસેથી કબજે લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પાસેથી બોગસ આધારકાર્ડ તથા પાનકાર્ડ મળ્યા છે. બાંગ્લાદેશી નાગરિક અબ્દુલ લતીફ ઉર્ફે મોમીન ઉલ અન્સારીની શોધખોળ કરવામાં આવશે.

અન્ય કેટલાક લોકો પણ ATSની કસ્ટડીમાં છે
તમને જણાવી દઈએ કે, અન્ય કેટલાક લોકો પણ ATSની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાતમાં આતંકી હુમલાના ષડયંત્ર અંગે જેવા જ ઈનપુટ મળ્યા કે, ગુજરાત ATSએ એક્શન મોડમાં આવી ગઈ હતી. 

3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી
નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. અને આ ખુલાસા પ્રમાણે પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. જોકે અલકાયદા ઈન્ડિયાનું ષડયંત્ર શું હતું. તે અંગે હજુ પણ નવા ખુલાસાઓ સામે આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ