બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / આરોગ્ય / Guidelines on Carbohydrates and Fats in Diet by WHO

હેલ્થ / હાર્ટએટેક, કેન્સર સહિતના રોગો રહેશે દૂર, ખાણીપીણી મામલે WHOની નવી ગાઈડલાઇન, અનુસરજો તો નહીં થાઓ હેરાન

Kishor

Last Updated: 08:15 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાણીપીણી મામલે WHO દ્વારા નવી ગાઈડલાઇન જારી કરી દેવામાં આવી છે. જેનું પાલન કરવામાં આવે તો હાર્ટએટેક, કેન્સર સહિતના રોગના જોખમને નિવારી શકાય છે.

  • WHO દ્વારા કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીયુક્ત ખોરાક મામલે ગાઈડલાઈન
  • ખોરાકમાં સામેલ કરો આ વસ્તુ
  • હાર્ટએટેક, કેન્સર સહિતના જોખમ ઘટાડી શકાશે

કાર્બોહાઇડ્રેટ્સ અને સ્વસ્થ ચરબીયુક્ત આહાર એ સ્વાસ્થ્ય માટે આવશક્યક બાબત છે અને ઉર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. વધુમાં મગજ, કિડની, હૃદયના સ્નાયુઓ અને શરીરની કોશિકાઓને સારી રીતે કામ કરવા આવા આહારની જરૂર હોય છે. પરંતુ જો મર્યાદા બહાર આ પ્રકારનો ખોરાક લેવામાં આવે તો કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીયુક્ત આહાર અનેક રોગનું પણ ઘર બની શકે છે. ત્યારે WHO દ્વારા કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીયુક્ત ખોરાક મામલે ગાઈડલાઈન જારી કરવામા આવી છે.

વજન ઘટાડવાના ચક્કરમાં માત્ર ફ્રૂટ્સ અને શાકભાજી ખાતા હોવ તો..., જાણી લેજો  શરીર પર તેનાથી થતી અસર | If you eat only fruits and vegetables in the  circle of weight loss..., know

ડાયાબિટીસ, હૃદય રોગ રહેશે દૂર
WHO એ જારી કરેલ નિવેદન અનુસાર આ ત્રણ નવી માર્ગદર્શિકા ખોરાકના કારણે જન્મેલા રોગો જેવા કે 2 ડાયાબિટીસ, હૃદય રોગ અને કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર પુખ્ત વયના લોકોએ દૈનિક ખોરાકમાં ચરબીનું પ્રમાણ 30 ટકા અથવા તેનાથી ઓછું રાખવું જોઈએ. આ ઉપરાંત, દૈનિક કેલરીની માત્રા 10 સંતૃપ્ત ચરબી અને 1 ટકા ટ્રાન્સ ફેટી એસિડથી વધુ ન હોવી જોઈએ.

ખોરાકમાંથી કાર્બોહાઇડ્રેટ્સ મેળવવા માટે અનાજ, શાકભાજી, ફળો તથા કઠોળનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.WHOના જણાવતા અનુસાર તેલ, માખણ, ઘી, નારિયેળ તેલ, ચરબીયુક્ત માછલી, દૂધ તથા તેમાથી બનેલ વસ્તુઓમાંથી સંતૃપ્ત ચરબી મળી રહે છે.

આ શાકભાજી અને ફળો ખાવાથી જલ્દી આવે છે ગુસ્સો, ગરમ મગજના લોકો રહેજો દુર |  Anger can come from eating these things, hot-tempered people should avoid

પુખ્ત વયના લોકોએ રોજ 400 ગ્રામ શાકભાજી અને ફળો ફરજીયાત ખાવા

ગાઈડલાઈનમાં જણાવાયા અનુસાર 2 વર્ષ કરતા વધુ ઉંમરના બાળકોએ અનાજ, શાકભાજી, ફળો અને કઠોળમાંથી કાર્બોહાઇડ્રેટ મેળવું જોઈએ. તો પુખ્ત વયના લોકોએ રોજ 400 ગ્રામ શાકભાજી અને ફળો ફરજીયાત ખાવા જ જોઈએ. આ ઉપરાંત 25 ગ્રામ સુધી કુદરતી રીતે બનતું ડાયેટરી ફાઈબર મળવું જોઈએ. ખાસ બાળકો અને કિશોરો માટે રોજ ફળ અને શાકભાજી ખાવા જોઈએ.

બાળકોને આપવો આટલો ખોરાક

 2-5 વર્ષના બાળકો માટે દરરોજ ઓછામાં ઓછા 250 ગ્રામ શાકભાજી અને ફળો ખાવા જોઈએ અને 15 ગ્રામ ડાયટ્રી ફાયબર જરૂરી છે. તેમજ વધુમાં 6-9 વર્ષના બાળકોએ 350 ગ્રામ શાકભાજી અને ફળ તથા 21 ગ્રામ ડાયટ્રી ફાયબર જરૂરી છે. તથા 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોએ રોજ 400 ગ્રામ ફળ અને શાકભાજી ખાવી જોઈએ અને 25 ગ્રામ ડાયટ્રી ફાયબર અંગે WHO દ્વારા જારી કરાયેલી ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ