બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Gst Council 41st Meeting, Big Updates And Nirmala Sitharaman On Revenue Shortfall

અર્થતંત્ર / કોરોનાકાળમાં GST કલેક્શન તળિયાઝાટક : રાજ્યોને વળતર આપવામાં પણ RBI પાસે જવાનો વારો આવ્યો !

Parth

Last Updated: 05:35 PM, 27 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ કોરોના વાયરસ સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે સામે રાજ્યો તંગીથી પરેશાન થઇ રહ્યા છે ત્યારે આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

  • રાજ્યોને જીએસટીમાં વળતર લેવા RBI પાસે જવાની છૂટ 
  • પાંચ કલાક સુધી કર મુદ્દે કરવામાં આવ્યું મંથન 
  • બેઠક બાદ રાજ્યોને આપવામાં આવ્યા વિકલ્પ 

બે વિકલ્પ આપવામાં આવ્યા 

નાણામંત્રીની આગેવાની કરવામાં આવેલ બેઠકમાં ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે પાંચ કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રાજ્યોને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. કેન્દ્ર પોતે ઉધાર લઈને રાજ્યોને વળતર આપે કે પછી RBI પાસેથી ઉધાર લેવામાં આવે. આજની બેઠકમાં સામે આવ્યું કે કેન્દ્ર અને રાજ્યોની કમાણી ખૂબ ઘટી ગઈ છે ત્યારે કેન્દ્ર કહી રહ્યું છે કે રાજ્ય બજારમાંથી દેવું લઇ લે જ્યારે રાજ્યો કહી કહી રહ્યા છે કે આ કામ કેન્દ્ર કરે. 

આ છે બે વિકલ્પ 

રાજ્યોને આપવાના વળતર પર બે વિકલ્પ આપવામાં આવે. પહેલો વિકલ્પ છે કે રાજ્યોને રિઝર્વ બેંક પાસેથી 97000 કરોડ રૂપિયાનું સ્પેશીયલ દેવું આપવામાં આવે જેના પર વ્યાજ ઓછો હશે અને બીજો વિકલ્પ છે કે 2.35 લાખ કરોડ રૂપિયાનો ગેપ રાજ્યો દ્વારા રિઝર્વ બેંકની મદદથી વહન કરવામાં આવે. જેના માટે રાજ્યોને સાત દિવસ વિચારવાનો સમય આપવામાં આવ્યો છે. 

સહમતી થાય તેની રાહ, સાત દિવસ પછી ફરી બેઠક 

આ બે વિકલ્પ પર બધા રાજ્યો સાત દિવસમાં પોતાની સલાહ આપશે. એટલે સાત દિવસ બાદ ફરીથી એક બેઠક થશે. નોંધનીય છે કે આ છૂટ માત્ર આ વર્ષ માટે જ છે એપ્રિલ 2021માં ફરીથી કાઉન્સિલની મિટિંગ થશે અને નિર્ણય લેવામાં આવશે.  

જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

આ બે વિકલ્પ માત્ર આ વર્ષ માટે જ લાગુ કરવામાં આવ્યા છે. આવતા વર્ષે એપ્રિલ મહિનામાં ફરીથી સમીક્ષા કરવામાં આવશે. વિત્ત સચિવે કહ્યું કે કોરોના વાયરસના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.  

જીએસટીમાં વળતર લેવા પર રાજ્યોએ કર્યું મંથન 

રાજ્યોને મે મહિનાથી ઓગસ્ટ સુધી કોઈ રાહત મળી શકી નથી. સરકારે સ્થાયી સમિતિએ કહ્યું કે તેની પાસે રાજ્યોને ફાળો આપવા માટે પૈસા જ નથી. કાઉન્સિલની બેઠક બાદ ફાયનાન્સ સેક્રેટરીએ કહ્યું કે કેન્દ્ર સરકારે વર્ષ 2019-20માં જીએસટીના વળતરરૂપે 1.65 લાખ કરોડ રૂપિયા વધારે આપવામાં આવ્યા હતા. જેમાં માર્ચ મહિનાનાં 13, 806 કરોડ રૂપિયા સામેલ છે. વર્ષ 2019-20માં આપવામાં આવેલ વળતરની કુલ રકમ 1.65 લાખ કરોડ રૂપિયા છે જ્યારે ઉપકર રકમ 95,444 હતી.  

12મી જૂને પણ થઇ હતી બેઠક 

નોંધનીય છે કે 12મી જૂને પણ જીએસટી કાઉન્સિલની બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં GST રિટર્ન ફીસ પર છૂટ આપવામાં આવી હતી જે કોરોનાકાળમાં પહેલી બેઠક હતી. આ પહેલા માર્ચ મહિનામાં બેઠક કરવામાં આવી હતી.  

ટૂ-વ્હિલર વાહનો પર કંઈ ન બોલ્યા નાણામંત્રી 

ટૂ-વ્હિલર વાહનો પર નાણામંત્રીએ કશું ન કહ્યું. જોકે નાણામંત્રીએ જ થોડા દિવસ પહેલા સંકેત આપ્યા હતા કે તેના કર ઓછા થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે બે પૈડાવાળા વાહનો વૈભવી સમાનામાં આવી શકે નહીં જેથી આ મામલો જીએસટી કરમાં સંશોધનનો મામલો છે. તેમણે કહ્યું હતું કે ટૂ વ્હિલર વાહનો પર કર સંશોધન મામલે કાઉન્સિલની બેઠકમાં વિચાર કરવામાં આવશે. આ સિવાય દેશની સૌથી મોટી ટૂ વ્હીલર વાહન કંપની હીરો મોરો કોર્પે સરકારને જીએસટીમાં રાહતની અપીલ કરી હતી. વર્તમાનમાં ટૂ વ્હીલર વાહનો પર 28 ટકા જીએસટી લાગે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ