બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Grand celebration of Gujarat Pride Day in Jamnagar

જામનગર / ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી, 800 જવાનોની પરેડ, ચેતક કમાન્ડો-બુલેટપ્રુફ લેક ગાડી બની નજરાણું

Dinesh

Last Updated: 06:49 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ૬૩માં સ્થાપના દિનની ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, દુનિયાભરમાં ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે અને ગુજરાતે દેશને વિકાસનું મોડેલ આપ્યું છે.

  • ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી
  • ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને લઇને પરેડ યોજાઇ
  • પરેડમાં પોલીસની વિવિધ ૧૯  પલટનના ૮૦૦ જવાનોએ લીધો ભાગ


ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની જામનગર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી જ્યાંઉજવણીને લઇને પરેડ યોજાઇ હતી અને તે પરેડમાં પોલીસની વિવિધ 19 પલટનના 800 જવાનોએ ભાગ લીધો હતો. જે પરેડમાં ચેતક કમાન્ડો, બુલેટપ્રુફ લેક ગાડી આકર્ષણનુ કેન્દ્ર બન્યું હતું. અશ્વદળ સહીત પોલીસ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

'ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે'
જામનગરમાં ગુજરાતનાં ૬૩મા સ્થાપના દિવસ 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલે રૂ.352 કરોડના 553 વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે. મંત્રી ઋષિકેશભાઈ પટેલે વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો અને એ વિકાસયાત્રા પ્રત્યે સમગ્ર દેશને વિશ્વાસ જાગ્યો અને ગુજરાત મોડલને સમગ્ર દેશે સ્વીકારી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવ્યા એ પણ ગુજરાતનું ગૌરવ છે તેમ જણાવ્યું હતું.

'PMએ દેશને એક તાંતણે બાંધીને સાંસ્કૃતિક સ્થળોની ઓળખને ઉજાગર કરી'
મંત્રીએ ગુજરાત સ્થાપના દિને ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનાર ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજને યાદ કરી ૨૦મી સદીમાં દેશની આઝાદી, એકતા, અખંડીતતા માટે ગુજરાતના સપૂત મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે ત્યારે ૨૧ મી સદીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનું નામ સુવર્ણ અક્ષરે લખાશે કારણકે વડાપ્રધાનએ દેશની સુરક્ષા તેમજ દેશને ગૌરવ અપાવવા માટે જે કાર્યો કર્યા છે તેનું આપણને ગૌરવ છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અને કલ્ચર સિક્યોરીટીના સંદર્ભમાં મંત્રીએ કહ્યું કે, આપણી સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ઐક્યને ઉજાગર કરવા વડાપ્રધાને દેશને એક તાંતણે બાંધીને સાંસ્કૃતિક સ્થળોની ઓળખને પણ ઉજાગર કરી છે..

શુભકામના પાઠવી
મંત્રીએ સગૌરવ કહ્યું કે, જામનગરે દેશને મહાન ક્રિકેટરો આપ્યા છે. જામસાહેબ સહિતના રાજવીઓ જામનગરનું ગૌરવ છે. જામનગર ઓદ્યોગિક નગરી અને ગૃહ ઉદ્યોગમાં આગવી ઓળખ ધરાવે છે. આજના દિને ખુલ્લા મુકાયેલા વિકાસકાર્યો જામનગરના વિકાસને વેગવંતો કરશે. મંત્રીએ ગુજરાતના નિર્માણ અને વિકાસ માટે યોગદાન અને પુરુષાર્થ કરનાર તમામ ગુજરાતીઓને અભિનંદન આપી વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓને જ્યાં વસે ગુજરાત, ત્યાં સદાકાળ ગુજરાત કહીને સહર્ષ શુભકામના પાઠવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ