બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Govt debt set to hit historic high of 91% of GDP in FY21 Report

અર્થતંત્ર / સરકારની 'વિકાસ'યાત્રા: દેશનું દેવું GDPના 90%થી વધી જશે; અહેવાલમાં મોટો ધડાકો

Shalin

Last Updated: 04:02 PM, 27 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારનું આર્થિક સંકટની હદ કેટલી હદે વધી ગયું છે તેની પુષ્ટિ કરતો અહેવાલ એ છે કે આગામી દિવસોમાં સામાન્ય સરકારી દેવું GDPના 91 ટકા જેટલું થઈ શકે છે. એક બ્રોકરેજ અહેવાલમાં જણાવાયું છે કે કેન્દ્ર અને રાજ્ય બંનેની સંયુક્ત જવાબદારીઓનો ભાગ એવું સામાન્ય સરકારી દેવું આ નાણાકીય વર્ષમાં GDPના 91% હશે.

1980 પછી GDP સામે આ દેવાનું ઉચ્ચતમ સ્તર હશે જ્યારથી આ ડેટા મેઇન્ટેન કરવામાં આવી રહ્યો છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસના અર્થશાસ્ત્રીઓના અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2020માં સામાન્ય સરકારી દેવું GDPના 75% જેટલું હતું.

નાણાકીય વર્ષ 2016 થી સરકારનું દેવું સતત વધી રહ્યું છે

નાણાકીય વર્ષ 2030 સુધીમાં GDPના પ્રમાણમાં દેવું 80% સુધીનું રહેશે. વિકાસને અવરોધ્યા વિના GDPના 60% જેટલું દેવું લેવાનું સરકારનું લક્ષ્ય 2040 સુધીમાં પૂરું કરવું પણ મુશ્કેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સરકારોના મૂડી ખર્ચે આર્થિક વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. 

પ્રતિકાત્મક તસ્વીર

નાણાકીય વર્ષ 2016 થી સરકારનું દેવું સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2000 માં GDPની સરખામણીમાં સરકારનું દેવું 66.4% હતું અને 2015 માં તે 66.6% હતું. 2015 પછી, તે સતત વધી રહ્યું છે અને નાણાકીય વર્ષ 2020 માં દેવું GDPના 75% સુધી પહોંચી ગયું છે. અહેવાલમાં જણાવાયું છે કે વાસ્તવિક GDP વૃદ્ધિ આગામી દાયકામાં પણ ધીમો રહેશે, સિવાય કે ખાનગી ખર્ચ ઝડપથી વધે.

સામાન્ય દેવામાં વધારો થવાથી સરકારની ખર્ચ ક્ષમતામાં ઘટાડો થશે

એવી ઘણી શક્યતા છે કે નાણાકીય વર્ષ 2021 માં દેવું GDPના 91% સુધી પહોંચી જશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023 સુધીમાં આ આંકડો 90% ની ઉપર રહેશે, નાણાકીય વર્ષ 2030 સુધીમાં આ આંકડો GDPના 80% સુધી આવશે.

વર્તમાન દાયકામાં સામાન્ય દેવામાં વધારો થવાથી સરકારની ખર્ચ ક્ષમતામાં ઘટાડો થશે. નાણાકીય વર્ષ 2014 થી 2020 દરમિયાન વાસ્તવિક GDP વૃદ્ધિ સરેરાશ 6.8% જેટલી રહી છે, જ્યારે નાણાકીય ખર્ચ આ સમયગાળા દરમિયાન સરેરાશ 9% જેટલો વધ્યો છે. બિન-વ્યાજની આવકનો મોટો ભાગ સંરક્ષણ ક્ષેત્ર, પગાર અને પેન્શન માટે ફાળવાયેલો હોવાથી આગામી દાયકામાં સરકારી રોકાણોમાં ધીમી દરે વૃદ્ધિ થાય તેવી સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ